અમરેલીમાં કોંગ્રેસની સત્તાભૂખ ચરમસીમાએ, રાજુલા નગરપાલિકામાં અઢી વર્ષમાં એવો ઇતિહાસ બનાવ્યો કેપ.

ગુજરાત
ગુજરાત

અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાએ રાજ્યમાં ઇતિહાસ સર્જી દીધો છે. રાજુલા નગરપાલિકામાં બે વર્ષમાં પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે. ૨૦૧૮થી ૨૦૨૦ સુધીમાં અનેક ચડાવ ઉતાર બાદ કોંગ્રેસમાં થતા આંતર કલહ વચ્ચે પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે.
 
૧૮ બળવાખોરોમાંથી ૧૪ સભ્યો સસ્પેન્ડ થયા હતા. ૧૮ બળવાખોર સભ્યોએ પોતાના પ્રમુખ પણ નગરપાલિકામાં બનાવ્યા હતા. બળવાખોરોના નેતાને શહેરી વિકાસ સચિવે સસ્પેન્ડ કરતા ૫માં પ્રમુખના પદનો પણ અંત આવ્યો છે. નગરપાલિકાના રહેવાસીઓ પોતાની સુખાકારી માટે નેતાઓને ચૂંટે છે. ચૂંટાયા પછી માત્ર પોતાના ઘર ભરતા નેતાઓનું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે.
 
૨૦૧૮માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની પાલિકાની ચૂંટણીમાં ૨૮ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર કોંગ્રેસે કબજો કર્યો હતો, પણ સ્પષ્ટ ધીંગી બહુમતી બાદ કોંગ્રેસમાં સર્જાયેલા આંતર કલહથી ૨૭માંથી ૧૮ સભ્યોએ બળવો કર્યો ને પાલિકાના પ્રથમ પ્રમુખ મીનાબેન વાઘેલા સામે બળવો કરતા ના છૂટકે પ્રથમ મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલાને પાલિકાનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું.
 
બળવાખોર મહિલા પાલિકા પ્રમુખ બાધુબેન વાણિયાએ પાલિકા પ્રમુખનો તાજ ધારણ કર્યો હતો, પણ પક્ષાતર ધારા તળે ૧૮માંથી ૧૪ સદસ્યો સસ્પેન્ડ થતા ભરત સાવલીયા ૨૦ દિવસ માટે પાલિકાના પ્રમુખ પદે બિરાજ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસે ચોથા પાલિકાના પ્રમુખ પદે કાંતાબેન ધાખડાની સર્વાનુમતે વરણી થયેલી હતી. પણ ૧૮ બળવાખોર સદસ્યોમાં કાંતાબેન ધાખડા હોવાથી ૨ જાન્યુઆરીએ ગાંધીનગર સચિવે કાંતાબેન ધાખડાને સસ્પેન્ડ કરતા આજે પાલિકાના પ્રમુખ પદે કનુભાઈ ધાખડા મુકાયા હતા. રાજુલા નગરપાલિકાએ બે વર્ષમાં પાંચ પાલિકાના પ્રમુખો બદલીને ઇતિહાસ સર્જી દિધો છે. પાંચમા પાલિકાના પ્રમુખે વિકાસનો કોલ આપ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.