અમદાવાદ :26 વર્ષના સંઘર્ષ પછી ભારતીય નાગરિક બનનારી પાકિસ્તાની મહિલાએ 700 લોકોને નાગરિકત્વ અપાવ્યું

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: 1990ના રામમંદિર આંદોલન દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવેલી મહિલા ડિમ્પલ વરિન્દાનીને ભારતની નાગરિકતા મેળવતાં 26 વર્ષ લાગ્યા હતા. 2016ના અંતમાં ભારતની નાગરિકતા મેળવ્યા બાદ આ મહિલાએ ફેબ્રુઆરી 2017માં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોની મદદ માટે હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટ શરૂ કર્યું અને આજ દિન સુધી વિસ્થાપિતો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના 700થી વધુ લોકોને ભારતની નાગરિકતા અપાવી છે.અમદાવાદમાં સૌથી વધુ વિસ્થાપિતો સરદાનગરમાંડિમ્પલ વરિન્દાનીએ જણાવ્યું કે, અમદાવાદમાં સૌથી વધુ વિસ્થાપિતો સરદાનગરમાં છે. એ પછી કુબેરનગર, નરોડા, ઠક્કરબાપાનગરમાં પણ વિસ્થાપિતો રહે છે. 1999માં તેણે ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ દુબઈમાં નોકરી કરતો હોવાથી તેણે ભારતની નાગરિકતા માટે 2006માં દુબઈ ખાતે ભારતના દૂતાવાસમાં અરજી કરી હતી, જે રિજેક્ટ થઈ હતી. ત્યારબાદ ફરી 2008માં અમદાવાદ કલેક્ટર ઓફિસમાં અરજી કરી હતી તે પણ ફગાવી દેવાઈ હતી. 2010માં તેણે અમદાવાદમાં સ્થાયી થયા પછી 2014માં નાગરિકતા માટે આવેદન કર્યું હતું. જેમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા 2016ના અંતમાં તેને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.CAA પછી શરણાર્થીને 6 વર્ષમાં નાગરિકતાસીએએના નવા નિયમ અંગે વરિન્દાનીએ જણાવ્યું કે, અત્યાર સુધી વ્યક્તિ 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી દેશમાં રહ્યો હોય તેને જ નાગરિકતા મળતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ શરણાર્થી 6 વર્ષ બાદ પણ નાગરિકતા મેળવી શકશે. જો કોઈ શરણાર્થી ભારતીય નાગરિક સાથે લગ્ન કરે તો તેને 7 વર્ષ બાદ પણ નાગરિકતા મળશે.દર મહિને 300 લોકો મદદ માટે આવે છેવરિન્દાનીએ જણાવ્યું કે, તેની પાસે મદદ માટે દર મહિને 300 જેટલા લોકો આવે છે. જેમાં લોંગ ટર્મ વિઝા તેમજ નાગરિકતા પ્રમાણ પત્ર માટે કઈ રીતે ફોર્મ ભરવું, કેટલી ફી ભરવી જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.