અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેશ , એકનું મોત, રાજ્યભરમાં પોઝિટિવ કેસનો આંકડો ૫૮એ પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

ગઈકાલે(શનિવારે) રાજ્યમાં ૫૫ પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો ૫૮ પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો ૫ પર પહોંચ્યો છે. 
સોસાયટીમાં ક્રિકેટ રમશો તો પણ પોલીસ ધરપકડ કરશે કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર ભેગા મળે છે. અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે હવે ક્રિકેટ રમતા લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા મળી ક્રિકેટ રમતા ૭ લોકો સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના ૪૦થી વધુ ગુના નોંધાયા છે અને ૧૩૦થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર,  પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.