સુરતમાં વધુ એક પોઝિટિવ નોંધાતા આંક ૨૫ થયો
સુરત
શહેર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના ૨૫ કેસ નોંધાયા છે. શહેરમાં નિવૃત જીવન ગળતા અને કોરોનાની ઝપેટમાં આવી મંગળવારે મૃત્યુ પામેલા અહેસાન ખાન (ઉ.વ.૫૨) રાંદેરની જે બિલ્ડીંગમાં રહેતા હતા. તે બિલ્ડીંગના ૬૮ વર્ષીય વોચમેનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાંદેર વિસ્તારમાં કોરોનાનો ખતરો ગંભીર રૂપ લઈ ચુક્યો છે. કોમ્યુનિટી સેમ્પલ ટેસ્ટમાં વોચમેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને કોરોનાના કોઈ લક્ષણો પણ નથી. દરમિયાન પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે હોટ સ્પોટ એવા રાંદેર વિસ્તારની મુલાકાત લઈને કડક અમલ કરાવવા સૂચના આપી હતી.
સુરત જિલ્લામાં વધુ એક કેસ નોંધાતા આંકડો ૨૫ પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે પાંચ રિકવર થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જેમાં બેના મોત પણ થઈ ચૂક્યા છે. રાંદેર વિસ્તારને ક્લસ્ટર કનેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.
મનપાના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ અહેસાન ખાન અને અન્યોના રિપોર્ટ પોઝિટિવ આવતા રેન્ડમ સેમ્પલો લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે પૈકી અલ અમીન બિલ્ડીંગના વોચમેન હસન ચાચા પટેલ(ઉ.વ.૬૮, રહે.સુલ્તાનિયા જીમખાના,રાંદેર)ના પણ સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું હતું. દેખીતા લક્ષણો વગર પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ બહાર આવવા લાગ્યા હોવાથી વધુ સક્રિય આયોજન કરવામાં પડ્યું છે.
ગત રોજ સોદાગરવાડમાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાના ત્રણ દીકરા સહીત ઘરના ૬ સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ચોકબજાર ખાતે દુકાન ધરાવતા પુત્રને ત્યાં કામ કરતા ૩ કારીગરોને પણ ક્વોરન્ટીન કરી લેવામાં આવ્યા હતા.એ ૧ કોકો ૨૧મી તારીખ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો.