
સુરતમાં કુખ્યાત ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળી આ લોકોએ ફટાકડાં ફોડી કરી ઉજવણી
સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ ૫૦થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર કેસમાં થોડા દિવસો પહેલાં જ છૂટીને બહાર આવ્યો હતો. ત્યાં જે તેનું મર્ડર થઈ જતાં મનુ ડાહ્યાના પરિવારે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી.
સૂર્યા મરાઠીને કોર્ટે શંકાના આધારે મનુ ડાહ્યા મર્ડર કેસમાં નિર્દોષ છોડી મૂક્યો હતો. અને છઠ્ઠી ફેબ્રુઆરીએ જ તે જેલમાંથી છૂટીને ઘરે પરત ફર્યો હતો. જેની જાણ હાર્દિક પટેલને થતાં જ તેણે સૂર્યા મરાઠીની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેવો જ સૂર્યા મરાઠી તેની ઓફિસમાં એકલો બેઠો હોવાની વાત જાણવા મળતાં જ હાર્દિક પટેલ પોતાના સાગરિતો સાથે સૂર્યા મરાઠીની ઓફિસે પહોંચી ગયો હતો. અને તેના પર તલવાર-ચપ્પા વડે હુમલો કર્યો હતો.
નવરાત્રિમાં સૂર્યાએ મરાઠીએ હાર્દિકની પત્નીની છેડતી જ કરી હતી. અને આ જ કારણ હતું કે, હાર્દિકે સૂર્યાને ખતમ કરી દેવાનો પ્લાન બનાવ્યો હતો. પણ સામેની બાજુ સૂર્યા પણ જબરો લડાકૂ સાબિત થયો હતો. તેણે હુમલો કરનાર હાર્દિકને જ ચપ્પાના ઘા મારી દીધો હતો. આ ખૂંખાર ગેંગવોરમાં સૂર્યા અને હાર્દિક બંનેનાં મોત નિપજ્યા હતા.
સૂર્યા મરાઠીની હત્યાના સમાચાર સાંભળી જ દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. તો બીજી બાજુ સૂર્યાની ખાતમીના સમાચાર સાંભળી ઉજવણી પણ કરવામાં આવી રહી હતી. સુરતના કતારગામના ગોટાલાવાડીમાં મનુ ડાહ્યાના પરિવારે ઉજવણી કરી હતી. મનુ ડાહ્યાના પરિવાર દ્વારા ફટાડકા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. મનુ ડાહ્યાના મર્ડર કેસમાં ભલે કોર્ટે નિર્દોષ છોડ્યો પણ કુદરતે તેને સજા આપી તેમ માની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી