સાંતલપુરમાં જંગલમાં સસલાનો શિકાર કરનારા બે આરોપીઓ ઝબ્બે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, પાટણ

સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં બે દિવસ અગાઉ શિકારીઓ દ્વારા ચિંકારા હરણ અને ત્રણ સસલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જોકે હરણ અને સસલાનો શિકાર કરનારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાંતલપુર ફોરેસ્ટની ટીમના માણસોએ બાઇક નંબર આધારે ૨ લોકોને કલાકોમાં ઝડપી બંદૂક પણ કબજે કરવામાં આવી છે.

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા પાસેના રણ વિસ્તારમાં બે દિવસ પહેલા હરણ અને સસલાઓની હત્યા કરાઇ હતી. જેના બંને આરોપીઓને બંદૂક સાથે ઝડપી લેવાયા છે. આરોપીઓ ચિંકારા હરણ અને ત્રણ સસલાનો શિકાર કરીને બે શખ્સો પોતાનું બાઇક અને મૃત પ્રાણીઓને ઘટના સ્થળે મૂકીને ફરાર થઇ ગયા હતા. જોકે સાંતલપુર ફોરેસ્ટના આરએફઓ ઝીલુભા વાઘેલા અને સ્ટાફના માણસોએ બાઇક નંબરના આધારે બે લોકોની અટકાયત કરી છે.

સાંતલપુર વનવિભાગે હબીબ કાસમભાઈ હિંગોરજા (ઉ.૩૫ રહે સીધાડા, તા.સાંતલપુર) અને નસિરખાન ઉમરખાં મલેક (રહે.વારાહી, તા.સાંતલપુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ સાથે શિકારમાં વાપરવામાં આવેલ બંદૂક પણ કબજે કરવામાં આવી હતી. ઝડપાયેલા બન્ને આરોપીઓના કોવિડ ૧૯ના સેમ્પલ લઈ તપાસમાં મોકલી આપી ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.