
વધુ એક હાર્ટ એટેકથી મોત, કપડવંજમાં 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા સમયે હાર્ટ એટેક આવતા મોત
કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટ એટેક દરમિયાન 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી બ્લીડીંગ થયું હતું. જેના બાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.