વડગામના મજાદર ગામે શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણ દેખાતા શખ્સને કોરોન્ટાઈન કરાયો

ગુજરાત
ગુજરાત

આરોગ્ય વિભાગ દ્રારા મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો
 
રખેવાળ ન્યુઝ છાપી
દુનિયાભરમાં કોવિડ ૧૯ જાહેર થયા બાદ કોરોનાના હાહાકાર વચ્ચે બનાસકાંઠા જિલ્લો હજુપણ કોરોના પોઝિટીવથી મુક્ત રહ્યો છે તેમછતાં વહીવટીતંત્ર ખડેપગે થઈ ગયું છે. વડગામ તાલુકાના મજાદર ગામેએક શખ્સને કોરોના વસાયરના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી શખસને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
           
વડગામના મજાદર ગામે ચાર દિવસ પૂર્વે એક શખસ મુંબઈથી આવ્યો હતો. જેની આરોગ્ય તપાસણી દરમિયાન ખાંસી, તાવ અને શરદીની અસર જણાતાં આશા વર્કરોએ તાત્કાલિક મેડિકલ ઓફિસર ડા. દિપકભાઇ જનસારીને જાણ કરતા તેઓ આરોગ્યની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. દરમિયાન દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણી હતી જોકે દર્દી ને ગંભીર અસર દેખાતા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ ચૌધરી સહિત વડગામ મામલતદાર સહિત અધિકારીઓ એલર્ટ બની મજાદર આવી પહોંચી શંકાસ્પદ વ્યક્તિને કોરોના વાઈરસના લક્ષણો જણાતાં તાબડતોડ એમ્બ્યુલન્સ દ્રારા ડીસા ખાતે આવેલ ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જયાં દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આઇશોલેશન વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્રારા મજાદર ગામમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવા સાથે સર્વે હાથ ધરવામાંમાં આવ્યો હતો. જોકે વડગામના મજાદર ગામમાં શંકાસ્પદ કોરોના વાયરસ નો કેસ મળવા ના સમાચાર ને લઈ પંથક માં હાહાકાર મચવા સાથે ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બનાસકાંઠા આરોગ્ય અધિકારી દ્રારા કોરોના મહામારી સામે વડગામ આરોગ્ય વિભાગની તૈયારીની ચકાસણી કરવા માટે મોકડીÙલનું આયોજન કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતાં લોકોને હાશકારો થયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.