લોકડાઉન વચ્ચે ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ૧૫ એપ્રિલ સુધી અપાશે પાણી
લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને ઘાસચારા અને વાવેતર માટે પાણી જરૂરી છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ૧૫ એપ્રિલ સુધી પાણી આપવામાં આવશે. કમાન્ડ વિસ્તાર, ખારીકટ અને ખતેવાડી કેનાલમાં પાણી છોડાશે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકાર દ્વારા ખેડૂતોને લોકડાઉનમાં ખેતીનાં કામો કરવાની છૂટછાટ આપવામાં આવી હતી.
આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, આવતીકાલે રાત્રે ૯ વાગે ૯ મિનિટ માટે દીવા પ્રગટાવાશે. વીજળી બંધ થઈ જવાને લઈને અફવા ફેલાઈ છે. માત્ર બલ્બ અને ટ્યુબલાઈટ જ બંધ કરવાની છે. ઘરના અન્ય ઉપકરણો ચાલુ જ રહેશે. કોરોના માટે લોકોને જે તણાવ ઉભો થયો તેનો ઉપાય જરૂરી છે. દીપ પ્રાગટ્યનું મહત્વ પણ ઘણું છે. એકબીજાને હૂંફ અને પ્રોત્સાહન આપીએ તેવું ડે. ઝ્રસ્ નીતિન પટેલે જણાવ્યું હતું.