રેલવે દ્વારા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટેનું આયોજન

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ મહામુકાબલાને માણવા માટે દુનિયાભરના ક્રિકેટ રસિયાઓ અમદાવાદ પહોંચી રહ્યાં છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી ફાઈનલ ક્રિકેટ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

ટ્રેન નંબર ૦૯૦૦૧ બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ૨૩.૪૫ કલાકે ઉપડશે અને આગલા દિવસે ૦૭.૨૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે ટ્રેન નંબર ૦૯૦૦૨ અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમદાવાદથી ૦૪.૦૦ કલાકે ઉપડશે અને એ જ દિવસે ૧૨.૧૦ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટિયર, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
ટ્રેન નંબર ૦૯૦૪૯ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ૨૩.૫૫ કલાકે ઉપડશે અને આગલા દિવસે ૦૮.૪૫ કલાકે અમદાવાદ પહોંચશે.
આ પ્રકારે, ટ્રેન નંબર ૦૯૦૫૦ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમદાવાદથી ૦૬.૨૦ કલાકે ઉપડશે અને એ જ દિવસે ૧૪.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સૂરત, ભરૂચ અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટિયર, એસી ઇકોનોમિક, સ્લીપર શ્રેણી અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
ટ્રેન નંબર ૦૧૧૫૩/૦૧૧૫૪ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર ૦૧૧૫૩ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)-અમદાવાદ સ્પેશિયલ શનિવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી ૨૨.૩૦ કલાકે ઉપડશે અને આગલા દિવસે ૦૬.૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ પ્રકારે, ટ્રેન નંબર ૦૧૧૫૪ અમદાવાદ- છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)સ્પેશિયલ સોમવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમદાવાદથી ૦૧.૪૫ કલાકે ઉપડશે અને એ જ દિવસે ૧૦.૩૫ કલાકે છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દાદર (સેન્ટ્રલ), થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા જં. સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટિયર, એસી ૩-ટિયર અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
ટ્રેન નંબર ૦૯૦૦૧,૦૯૦૦૨,૦૯૦૪૯,૦૯૦૫૦ અને ૦૧૧૫૪ નું બુકિંગ ૧૮ નવેમ્બર, ૨૦૨૩ થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન રૂપે ચાલશે. રોકાણના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી કૃપાકરીને www.enquiry.indianrail.gov.inપર જઈને અવલોકન કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.