રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧,૬૦,૭૭૨ ટેસ્ટ થયા,જેમાંથી ૧૨,૫૩૯ પોઝિટિવ અને ૧,૪૮,૨૩૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે
અમદાવાદ : રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૧,૬૦,૭૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૫૩૯ પોઝિટિવ અને ૧,૪૮,૨૩૩ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુંઆંક ૭૪૯એ પહોંચ્યો છે અને ૫૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩૯૮ કોરોના નોંધાયેલા છે, જેમાં અમદાવાદમાં ૨૭૧, સુરતમાં ૩૭, વડોદરામાં ૨૬, મહીસાગર અને પાટણમાં ૧૫-૧૫, કચ્છમાં ૪, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં ૩-૩, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં ૨-૨, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં ૧-૧ કેસ નોંધાયો છે.
Tags Gujarat