મોંઘવારીના માર અને વાતાવરણમાં પલટો આવતા પતંગ બજારમાં મંદી, રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ફિક્કી

ગુજરાત
ગુજરાત 14

અમદાવાદઃ હાલ રાજ્યભરમાં ઉત્તરાયણ ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ તૈયારીઓ વચ્ચે આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. તે જોતા વેપારીઓનું માનવું છે કે, મોંઘવારીનો તો માર હતો તેની સાથે હવામાને પણ અમારો ધંધો બગાડી દીધો છે.
અમદાવાદ
પતંગ દોરીના બજારમાં આ વર્ષે મંદીનો માહોલ વચ્ચે આજે છેલ્લા દિવસે અમદાવાદના સુધી મોટા પતંગ બજાર એવા કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા અને રાયપુર બજારમાં પતંગરસિયાઓ ભારે ભીડ જામશે. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.
શહેરના મુખ્ય બજારો એવા રાયપુર દરવાજા, ટંકશાળ, દિલ્હી દરવાજા સહિતના સ્થળોએ આજે મોડી રાત સુધી ખરીદી માટે ભીડ જામશે. અલગ અલગ જાતના અને જુદીજુદી વેરાઇટીના પતંગો હોય છે. ખંભાતીગોળ ઢાલ, જોધપુરી ઢાલ, ચાઇનીઝ- પ્લાસ્ટિકના પતંગ અને મોદીના ચહેરાવાળા પતંગોનું વેચાણ વધુ જોવા મળ્યું છે. તુક્કલ અને ફુગ્ગાઓનું તેના વર્ગ પ્રમાણે સારુ એવું વેચાણ થઇ રહ્યું છે. આ જ પ્રકારે દોરીના ભાવોમાં પણ ૨૦થી ૨૫ ટકાનો ભાવવધારો નોંધાયો છે. હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવોમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે.
વડોદરા
વડોદરાના પતંગ બજારમાં ઉત્તરાયણના ૧૦ દિવસ પહેલાથી જ લોકો પતંગો સહિતની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે. ઉત્તરાયણ આગલા દિવસે હજારોની સંખ્યામાં લોકો પતંગ-દોરાની ખરીદી માટે ઉમટી પડે છે. શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર પતંગોનું મોટું બજાર ભરાય છે અને રાત્રે ૧૨ વાગ્યાથી પતંગોની હરાજી શરૂ થાય છે. જે વહેલી સવાર સુધી ચાલે છે. ચાર દરવાજા વિસ્તારમાં પતંગોનો મોટો વ્યવસાય છે. જોકે, વડોદરાનો વિકાસ અને વિસ્તાર વધતા હવે શહેરના હરણી રોડ, રાવપુરા રોડ, વાઘોડિયા રોડ, દિવાળીપુરા, રેસકોર્ષ સર્કલ, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા, તરસાલી, માંજલપુર, ગોત્રી, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પતંગ બજારો શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજ પ્રમાણે રૂ.૧૫થી રૂ.૨૦ કરોડની પતંગો વેચાય છે. આ ઉપરાંત લોકોએ ટોપી, ગુંદરપટ્ટી, પિપૂડાં અને ચશ્મા, ટોપા વગેરે ખરીદવા માટેની ઉમટી પડે છે.
રાજકોટ
રંગીલા રાજકોટીયનો મકરસંક્રાંતિની ઉજવણી માટે આગલા દિવસે આખી રાત ખરીદી કરતા હોય છે. શહેરની સૌથી મોટી પતંગબજાર સદરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળે છે. વહેલી સવાર સુધી સદરમાં હરરાજી અને ભાવ-તાલ ચાલે છે. શહેરમાં પતંગ-દોરીનો ૮૦ ટકા વેપાર એકલા સદરમાં નોંધાતો હોય છે. એક અંદાજ મુજબ આખી રાતમા ૨૦ હજાર કરતા વધુ યુવાનો સદર બજાર વિસ્તારમાંથી ખરીદી કરતા હોય છે. બે દિવસ દરમિયાન સદર વિસ્તારમાં કુલ મળીને ૫૦ હજારથી વધુ ગ્રાહકોએ સંક્રાંતને સંલગ્ન ચીજોની ખરીદી કરે છે. સદર બજાર વિસ્તારના ૩૦૦ વેપારીઓએ પતંગ, દોરી, ચીકી સહિતની ચીજવસ્તુઓ વેચીને લખલૂંટ કમાણી કરતા હોય છે. બે દિવસ સુધી અહીંના રસ્તાઓ બંધ હોય છે અને રસ્તા વચ્ચે નાના મોટા વેપારીઓ ધંધો કરવા બેસી જતા હોય છે. એક વર્ગ તો ખરીદી વગર પર બજાર જોવા અને મકરસંક્રાતિનો માહોલ જોવા નીકળી પડતા હોય છે.
સુરત
સુરતમાં દોરી અને પતંગ ખરીદવા માટેના મોટી પતંગ બજારમાં ભાગળ, ડબગરવાડ, કાંસકીવાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે મોટા ભાગની પતંગની ખરીદી રાંદેરથી કરવાનું પસંદ કરે છે કારણે કે અહીં નિપૂણ કારીગરો દ્વારા વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે સુરતીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવમાં ૨૫ ટકા અને દોરીના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. પતંગ અને દોરીના ભાવમાં ‌વધારો થયો હોવાથી દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી. સુરતમાં દોરી અને પતંગ ખરીદવા માટેની મોટી પતંગ બજારમાં ભાગળ, ડબગરવાડ, કાંસકીવાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે મોટા ભાગની પતંગની ખરીદી રાંદેરથી કરવાનું પસંદ કરે છે કારણે કે અહીં નિપૂણ કારીગરો દ્વારા વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં આવે છે. શહેરમાં અંદાજે ૧૭-૧૮ કરોડ રૂપિયાનું પતંગ અને દોરીનું માર્કેટ છે. પરંતુ આ વર્ષે મંદીના કારણે માર્કેટમાં ગ્રાહકો ઓછા દેખાઈ રહ્યા છે. માર્કેટમાં મંદી છે અને
આભાર – નિહારીકા રવિયા  ઉપરથી દોરી અને પતંગના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગ્રાહકોમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.