
માંડવી-મુન્દ્રાને સ્લિપર કોચ બસો ફાળવવામા આવી
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા માંડવી અને મુન્દ્રા ડેપો માટે ચાર-ચાર મળી આઠ સ્લિપર કોચ બસ અને 2 મિની બસ ફાળવવામા આવી હતી.જે પૈકીની માંડવીથી અંબાજી રૂટની બસને માંડવીમાં ધારાસભ્યના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.માંડવી-અંબાજી બસને ધારાસભ્ય અનિરૂધ્ધ દવેએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.ત્યારે ડેપો મેનેજર નિશાંત વરમોરાએ ધારાસભ્યનું સન્માન કર્યું હતું.જેમાં માંડવી-અંબાજી ઉપરાંત માંડવી-વડોદરા,મુન્દ્રા-કોડીનાર, મુન્દ્રા-દાહોદ રૂટ પર નવી બસો દોડશે જ્યારે મુન્દ્રા-ભુજ તથા માંડવી-ભુજ માટે મિની બસની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ત્યારે આ પ્રસંગે ભરત શાહ,અમુલ દેઢિયા,સન્મુખ સિંહ જાડેજા,એ.પી.એમ.સી.ના સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યક્રમનું સંચાલન વિનિત રાજગોરે કર્યું હતુ.