મહેસાણામાં ONGCનાપટ્ટા કાપવાના ગુનામાં LCBએ ત્રણ આરોપી ઝડપ્યા
મહેસાણા એલસીબીએ બાતમીને આધારે ઓએનજીસીમાં પટ્ટા કાપવાના કેસમાં આરોપી ત્રણ ઇસમોની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમને ત્રણેક મહિના અગાઉ સાંથલ, કસલપુરા, બલોલ, કટોસણ અને હરસિધ્ધ વાડી ઓએનજીસીની વેલમાં પટ્ટા કાપ્યા હોવાનું કબુલ્યુ હતુ. જેથી પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જીલ્લા પોલીસ વડાએ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા સુચના આપી હતી. જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોએ તપાસ હાથ ધર્યા બાદ પેટ્રોલિગમાં હતા. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, કસલપુરા ગામની સીમમાં કસલપુરા થી સાંથલ જતા રોડ ઉપર આવેલ ઓ.એન.જી.સી. વેલ નજીક ત્રણ ઇસમો ઓ.એન.જી.સી. વેલ પાસે કોઇ ગુન્હો કરવાના આશયથી શકમંદ હાલત ફરે છે. જેથી બાતમીને આધારે પોલીસે (૧) અર્જુનસિહ ઉદુભા મોહનસિહ ઝાલા (૨) ઠાકોર વિપુલજી ઉર્ફે સાઉથ ગલાબજી વશાજી (૩) રજુભા જયેન્દ્રસિહ ભીખુભા ઝાલા રહે. કટોસણ તા.જોટાણા જી.મહેસાણાવાળાને ઝડપી પાડ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે અટકાયત કરેલા આરોપીઓની સઘન પુછપરછ કરતા તેમણે ગુનો કબુલ્યો હતો. આ સાથે ઝાલા મહેન્દ્રસિહ જાલમસિહ રહે.કટોસણ વાળાના કહેવાથી તેઓના ભત્રીજા ઝાલા રવિરાજસિહ ઉર્ફે સન્ની માલભા તથા ઠાકોર દિપસિહ ઉર્ફે ગુગાભાઇ વજાજી રહે.કટોસણ વાળાઓ સાથે મળી આજથી ત્રણેક માસ પહેલાં સતત બે દિવસ સાંથલ, કસલપુરા, બલોલ, કટોસણ, હરસિધ્ધ વાડી વિસ્તારમાં આવેલ આશરે ૬૦ જેટલા ઓ.એન.જી.સી.ના વેલોના ૧૫૦ થી વધુ પટ્ટા ધારીયાથી કાપેલાની કબુલાત કરી હતી.