ભાવનગરના યુવકનું કેનેડામાં મોત, Dyspના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા ચકચાર
ભાવનગરના યુવકનું કેનેડામાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ Dyspના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા હડકંપ મચી ગયો છે. કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો યુવક છેલ્લા 9 દિવસથી ગુમ હતો. આ તરફ યુવકની લાશ મળી આવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
કેનેડાના ટોરેન્ટોમાં ભાવનગરના યુવકનું મોત નિપજવાની ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. વિગતો મુજબ મૂળ ભાવનગરના સિદસર ગામનું આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલ York યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જોકે 5 મેના રોજ અચાનક આ યુવક ગુમ થઈ ગયો હતો. આ તરફ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકે ફરજ બજાવે છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. જોકે અચાનક 5 તારીખે ગુમ થઈ ગયા બાદ પરિવાર ચિંતિત બન્યો હતો. આ તરફ ગુમ યુવકની લાશ મળી આવતા પરિવારજનો શોકમગન બન્યા છે.
આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે રમેશભાઈ 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા.