બોડેલીમાં કોમી છમકલાથી તંગદિલી : બજારો સજ્જડ બંધ.

ગુજરાત
ગુજરાત

વડોદરાઃ છોટાઉદેપુરના બોડેલીમાં દરગાહ મેદાન પર ક્રિકેટનો બોલ લેવા ગયેલા ૧૫ વર્ષનાં દેવ રાઠવાને મુસ્લિમ યુવકોએ માર મારીને આ મેદાનમાં હિન્દુઓ રમવા આવશે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. જેથી બોડેલીમાં કોમી વાતાવરણ ડહોળાયું અને ભાજપ પ્રમુખ કાર્તિક શાહને ચિકન સેન્ટર પર સળિયો પેટમાં ઘૂસાડી મારી નાખવાની ધમકી આપતા હિન્દુ સમાજ રોષે ભરાઈને આજે (રવિવાર) બોડેલી સજ્જડ બંધ પાળ્યો હતો. બંધથી માર્ગો સુમસામ બન્યા હતા. હિન્દુ સમાજનાં યુવાનોએ વિશાળ રેલી પણ યોજી હતી. વૈષ્ણવ વાડીમાં સભામાં ફેરવાઈ હતી અને હિન્દુ એકતા જીંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસે ચુસ્ત બંધોબસ્ત જાળવ્યો હતો. પોલીસ બન્ને તરફી ફરિયાદોને આધારે તપાસ ચલાવી રહ્યા છે. વેપારી બોડેલી નગરનો માહોલ ઉત્તેજના પૂર્ણ બન્યો હતો.
 
શિરોલા કમ્પાઉન્ડનાં મેદાનમાં વર્ષોથી યુવકો ક્રિકેટ રમતા આવ્યા છે. ત્યારે ત્યાં સ્થાનિક યુવક દેવ રાઠવા ઉ.વ.૨૫ બોલ લેવા ગયો હતો. ત્યાં રમતા મુસ્લિમ યુવકોએ તેને ગાળો આપીને કહ્યું કે ‘અહીં બોલ લેવા આવવું નહિં’ કહીને માર્યો હતો. ઘરે રડતો ગયો ત્યારે માતા વિલાસબેન, સસરા કનુભાઈ તથા અન્યો ત્યાં ગયા ત્યારે ફરિયાદી વિલાસબેનને કહ્યું કે ‘રાઠવી તારા છોકરા કે હિન્દુ છોકરાઓ અહીં રમવા આવશે તો ટાંટિયા તોડી નાંખીને જાનથી મારી નાખીશું.’ બીજા સાગરીતોને બોલાવી લીધા પણ તે વખતે સમજાવટથી બધા જતાં જતાં ફરી હિન્દુઓ માટે અપશબ્દો બોલીને ગયા ત્યારે તેની જાણ બોડેલી તાલુકા ભાજપ પ્રમુખને થતા તેઓ તેઓની હોટલ બાદશાહી પર મિત્રો સાથે ગયા ત્યારે કાર્તિક શાહને કહ્યું કે, બહુ મોટો નેતા બનવા જાય છે, કહીને રિફાક્ત નામના યુવકે ચિકન બનાવવાનો સળિયો કાર્તિકનાં પેટમાં મારવાનો પ્રયાસ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ત્યાં હિન્દુ અને મુસ્લિમ યુવકો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. જેમાં કેટલાક મુસ્લિમ યુવકોને ઇજા થઇ હતી. તેમાંથી રિફાક્ત અને સોહિલ નામના યુવકને વડોદરા સારવાર માટે મોકલ્યા હતા.
 
મેદાનમાં માર ખાનાર દેવ નામના યુવકની માતા વિલાસબેન રાઠવાએ રિફાક્ત, ઇસ્માઇલ, સિદ્દીકને રફિક તથા અન્યો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ક્રિકેટ રમનાર અને હોટેલમાં ઇજા પામનાર રિફાક્તની માતા બીલકિસબેને પણ કાર્તિક શાહ, પુષ્કર, દીપકભાઈ સહિતનાઓ સામે હોટેલમાં મારામારી કરીને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. બોડેલી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.