
પાલનપુરઃ ૧લી ફેબ્રુઆરીએ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
આ ભરતી મેળામાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ બાયોડેટા તથા તમામ પ્રમાણપત્રોની નકલ સાથે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત ભરતી મેળામાં નોકરી દાતાઓ પાસે ખાલી રહેલ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટેનું આયોજન કરેલ છે. તેમ ઔધોગિક તાલીમ સંસ્થા પાલનપુરના દ્વારા જણાવવામાં આવેલ છે.