નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ અમદાવાદમાં ગંભીર આતંકી હુમલાનો ખતરો, પોલીસ કમિશનરે કહી આ વાત

ગુજરાત
ગુજરાત

અમદાવાદ
   ૨૪ ફેબ્રુઆરીએ યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ ન ફક્ત અમદાવાદીઓ પણ ખુદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ તેટલાં જ ઉત્સુક છે. અને ટ્રમ્પે કહ્યું છે કે, આ કાર્યક્રમમાં અંદાજે ૧ કરોડ લોકો આવશે. જ્યારે વિશ્વમાં પ્રથમ નંબરના દેશના રાષ્ટ્રપતિ ભારતમાં આવતાં હોય ત્યારે તેમની સામે આતંકી હુમલાનો ખતરો પણ રહેલો છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ અમદાવાદમાં ગંભીર આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવ્યું છે તો સાથે જ તેઓએ અમદાવાદની જનતા માટે જાહેરનામું પણ બહાર પાડયું છે.
 
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં આગમન પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડતા આતંકી હુમલાની દહેશતને પગલે એલર્ટ આપ્યું હતું. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર HD  CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. અને CCTV કેમેરાનું ૧૫ દિવસનું રેકોર્ડિંગ રાખવા સૂચના આપવામાં આવી છે.
 
આ ઉપરાંત જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, બહારથી આવતી ગેંગ શહેરમાં ન રોકાય તે માટે સૂચના અપાઈ છે. ભાડુઆતની તમામ વિગત પોલીસને જણાવવા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ અમદાવાદ શહેરને ‘નો ડ્રોન ફ્લાઈ ઝોન’ જાહેર કર્યું છે. તેનો મતલબ કે, અમદાવાદમાં તમામ પ્રકારના માનવ સંચાલિત એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ડ્રોન થકી કે માનવ સંચાલિત વિમાન દ્વારા હુમલો ન થાય તે માટે અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાઈ ઝોન જાહેર કરાયું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.