દ્વારકાના દરિયામાં બોટમાં આગ લાગતા ડૂબી, ૬ ખલાસીઓનો બચાવ, ૧ લાપતા
રાજકોટ
દ્વારકાના દરિયામાં અચાનક બોટમાં આગ લાગતા ડૂબી ગઈ હતી. જેમાં સવાર ૬ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. જ્યારે ૧ ખલાસી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. જેની શોધખોળ ચાલીરહીછે.
અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં દિવના વણાંકબારા બંદરની એક બોટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બોટમાં સાત જેટલા ખલાસીઓ સવાર હતા. બોટમાં આગ લાગતા આસપાસની બોટના ખલાસીઓએ ૬ ખલાસીઓને બચાવી લીધા હતા. જ્યારે એક ખલાસી લાપતા થઈ ગયો હતો. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બોટમાં આગ લગતા અન્ય બોટના ખલાસીઓએ ઉતારેલો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં બોટ સળગતી નજરે પડી રહી છે.