દેશમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરોમાં સુરત ૧૦માં ક્રમે

ગુજરાત
ગુજરાત 392

સુરત. દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા શહેરોમાં ગુજરાતનું સુરત ૧૦માં સ્થાને છે. જ્યારે અમદાવાદ ત્રીજા સ્થાન પર છે. કોરોનાને લઈને લોકડાઉન ૪.૦ જાહેર કરવામાં આવ્યું છે. કોરાનાના કારણે છેલ્લા બે મહિના દરમિયાન દેશમાં સૌથી વધુ હાહાકાર મચારવનાર ૧૦ શહેરોમાં સુરતનો સમાવેશ થઈ ચૂક્યો છે.

દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે છૂટછાટ સાથે જાહેર થયેલા લોકડાઉન ૪.૦ વચ્ચે સ્વસ્છતા બાબતે ફાઈવ સ્ટાર મેળવવામાં સુરત સફળ રહ્યું છે. બીજી તરફ સુરતમાં કોરોનાને મુદ્દે કપરી સ્થિતી બનતી જઈ રહી છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉન મામલે ગુજરાત રાજ્યમાં અમદાવાદ પ્રથમ ક્રમે તો સુરત સિટી બીજા ક્રમે છે. સુરત સિટી અને જિલ્લો મળી કોરાનાના પોઝિટિવ કેસનો આંક ૧૧૯૩ પર પહોંચ્યો છે (ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ પ્રમાણે). જ્યારે સુરત પાલિકાના જણાવ્યા પ્રમાણે સુરતમાં હાલ ૧૨૩૯ કેસ છે. સુરતમાં વાઈરસનો ફેલાવો અટકાવવા પાલિકાએ ૪૮ જેટલા ક્લસ્ટર વિસ્તાર જાહેર કર્યા છે. જોકે, સુરતમાં દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જેથી સુરત દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરમાં ૧૦ ક્રમે પહોંચી ગયું છે.

અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં ૯૨૧૬ થઈ ગઈ છે. જ્યારે સુરતમાં ૧૧૯૩ છે. રાજ્યના બંને મુખ્ય શહેરો રાષ્ટ્રીય કક્ષાએ રેડ ઝોન જાહેર થઈ ચૂક્યા છે. કેન્દ્રની ટીમ દ્વારા બંને શહેરમાં તપાસ પણ કરવામાં આવી ચૂકી છે. કોવિડ-૧૯ વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્રના ત્રણ મહાનગરો મુંબઈ, થાણે અને પૂણે ટોપ ટેનમાં છે. જ્યારે ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરત છે. આ ઉપરાંત મધ્યપ્રદેશનું ઈન્દોર પણ ટોપ ટેનમાં આવી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.