દિલ્હી હિંસા : ફાયરિંગ કરીને રમખાણ ભડકાવનાર આરોપી શાહરુખ ૮ દિવસ બાદ યુપીના બરેલીથી ઝડપાયો
શામલીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં જાહેરમાં બંદૂક લઈને ફાયરિંગ કરી રહેલા મોહમ્મદ શાહરુખની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ઉત્તરપ્રદેશના બરેલીમાંથી ધરપકડ કરી છે. શાહરુખે 24 ફેબ્રુઆરીએ જાફરાબાદમાં પોલીસ જવાન પર પિસ્તોલ તાકી હતી અને 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહરુખ છેલ્લા 8 દિવસોથી ફરાર હતો.આ પહેલા ક્રાઈમ બ્રાન્ચને શાહરુખને બરેલીમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. આ અંગે દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ તેની શોધખોળમાં લાગી હઈ હતી. મળતી માહિતી પ્રમાણે, શાહરુખ ફાયરિંગ બાદ પાણીપત, કૈરાના, અમરોહા જેવા અલગ અલગ શહેરોમાં સંતાતો રહેતો હતો. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 47 લોકોના મોત થયા છે.શાહરુખની રોકાવાની વ્યવસ્થાના તેના પિતાએ કરાવી હતીસૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખના પિતા સાબિર રાણાએ દિલ્હી હિંસા બાદ તેના રોકાવાની પહેલા બરેલી અને પછી શામલીમાં વ્યવસ્થા કરાવી હતી. શાહરુખને તેના પિતાએ બે સાથીઓની મદદથી બરેલી મોકલ્યો હતો. ત્યાં તે લગભગ 4-5 દિવસ રોકાયો અને પછી શામલીમાં શિફ્ટ થઈ ગયો હતો. દિલ્હી પોલીસે શામલીમાં જ તેની ધરપકડ કરી હતી. જો કે, બરેલી અને મેરઠ પોલીસે જણાવ્યું કે, શાહરુખની ધરપકડ વિશે સ્થાનિક પોલીસેને કોઈ જાણ નથી.શાહરુખના પિતા સાબિરનો ડ્રગ તસ્કરીનો ધંધોશાહરુખનો પરિવાર પંજાબનો રહેવાસી છે. તે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીના ઘોંડામાં રહે છે. સૂત્રોએ જણાવ્યું કે, તેના પિતાનું ડ્રગ્સ તસ્કરી સાથે પણ કનેક્શન છે. તે પંજાબથી ડ્રગ્સની તસ્કરી કરીને દિલ્હી સાથે સાથે ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં સપ્લાઈ કરતો હતો. તેના પર માદક પદાર્શ અધિનિયમ હેઠળ ઘણા કેસ કરવામાં આવ્યા છે. હાલ તે અપંગ છે. ઘણી વખત પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેલમાં બંધ રહ્યા છે. શાહરુખના બે ભાઈ પણ છે.