ગરમીમાં વધારો થતા લોકોની તબિયત પર પડી રહી છે અસર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ આગ ઓંકતી ગરમી પડી રહી છે. ત્યારે બુધવારે અમદાવાદમાં ૧૦૮માં ગરમી સંબંધિત કેટલાંક કોલ આવ્યા હતા. દર છ મિનિટમાં એવરેજ એક કોલના હિસાબે ૧૦૮ સેવામાં દર કલાકે ૧૧ કોલ નોંધાયા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં આખા ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

ગુજરાતમાં પણ દરેક ૧.૪ મિનિટે આવા કોલ નોંધાયા હતા. અમદાવાદમાં ગુરુવારે મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ કેશોદમાં ૪૪.૧ ડિગ્રી, અમરેલી અને કંડલામાં ૪૪ ડિગ્રી અને વડોદરા તથા રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત અને અમદાવાદમાં આ મહિને૮ મેના રોજ ગર્મી સંબધિત મામલામાં સૌથી વધારો જોવા મળ્યો હતો.

મે મહિનામાં રાજ્યમાં રોજના સરેરાશ ૬૯૦ કેસની સરખામણીએ ૮ મેના રોજ ૮૧૩ કેસ અથવા ૧૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ૨૧૫ કેસ નોંધાયા હોવાથી આ વધારો ૩૧ ટકા હતો. જે દરરોજ સરેરાશ ૧૬૪ કેસ છે. ગુજરાત અને અમદાવાદ બંને માટે બીજા નંબરના સૌથી વધુ કેસ ૧૦મેના રોજ નોંધાયા હત, એવું એકEMRIના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ગરમી સંબંધિત ઈમરજન્સીનું વિશ્લેષણ સૂચવે છે કે, પેટમાં દુઃખાવો એ સૌથી સામાન્ય ફરિયાદ હતી. ત્યારબાદ બેભાન થવું, ઉલટી અને ઝાડા, ખૂબ તાવ અને માથાનો દુઃખાવો. ગુજરાતમાં મે મહિનામાં અત્યાર સુધઈમાં હીટસ્ટ્રોકના ૧૨ કેસ નોંધાયા છે.

જેમાંથી એક કેસ અમદાવાદમાં નોંધાયો હતો. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના અધ્યક્ષ ડૉક્ટર કમલેશ સોનીએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક દિવસોમાં ઘણાં દર્દીઓએ અતિશય થાક, ઝાડા અને ઉલ્ટી જેવા લક્ષણો માટે જનરલ પ્રેક્ટિશનર્સનો સંપર્ક કર્યો હતો. અમે નાગરિકોને સલાહ આપીએ છીએ કે બપોરના સમયે સીધી ગરમીમાં જવાનું ટાળે. અથવા તો પછી એસીમાં રહ્યા પછી સીધા બહાર જવાનું ટાળે. એસીમાં રહ્યા બાદ થોડા સમય પછી જ બહાર જોવું જોઈએ. સાથે જ હળવુ ભોજન લેવાની પણ સલાહ આપીએ છીએ, ખાસ કરીને બપોરના સમયે. સાથે જ ડીહાઈડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવાની પણ સલાહ આપીએ છીએ.

બીજી તરફ, ઈન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કેIMDએ શુક્રવારના રોજ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીસેલ્સિયસ સુધી પહોંચે એવું અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, રાત્રીના સમયે થોડી રાહત મળી છે, કારણ કે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતા ૧.૯ ડિગ્રી ઓછું હતું. જે પ્રમાણમાં થોડી ઠંડી રાતનો સંકેત આપે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાકો સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

એ પછી આગામી ત્રણ દિવસોમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, આ વર્ષે ઉનાળની અનિયમિત પટર્નને કારણે થાક અને બેચેની જવા લક્ષણો લોકોમાં જોવા મળી શકે છે. ૭ મે સુધી મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું જોવા મળ્યું હતું. પાંચ દિવસમાં તફાવત -૨થી બદલાઈ ગયો. ૪ ડિગ્રીથી .૧ ડિગ્રી થતા ગરમીનો ઝટકો જોવા મળ્યો હતો. ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોને આની અસર થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.