ખેડૂતો અને પતંગરસિયાઓ માટે મોટા સમાચાર, જાણો ઉત્તરાયણના દિવસે આકાશ અને પવન કેવો રહેશે

ગુજરાત
ગુજરાત 19

હવામાન વિભાગના મતે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. બીજી બાજુ આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે પતંગરસિયાઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયેલા છે. પરંતુ હાલ હવામાન વિભાગે એક ખુશીના સમાચાર આપ્યા છે. આજે ભલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડતો હોય પરંતું આવતીકાલે એટલે કે ૧૪મી જાન્યુઆરીના રોજ વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યમાં ૨૪ કલાક બાદ આકાશ સ્વચ્છ થઇ જશે અને પવન પણ મધ્યમ પ્રમાણમાં રહેશે. જેનાથી પતંગરસિયાઓને પતંગ ચગાવવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.
 
                 આજે રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે આજના દિવસ પૂરતી હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવા વરસાદ પડી શકે છે. આ સિવાય અમદાવાદમાં હળવો વરસાદ પણ પડી શકે છે. પરંતુ ઉત્તરાયણના દિવસથી ઠંડીમાં વધારો થશે, પતંગ રસિયાઓ માટે હાલ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે એટલે કે આવતીકાલે ૧૫થી ૨૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે પતંગરસિયાઓને મઝા પડશે.
 
                 આજે શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. આ સાથે જામનગર, પડધરી, દ્વારાકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે અને પતંગરસિયાઓનો મૂડ પણ ખરાબ થયો છે. ત્યારે હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આવતી કાલે આકાશ સ્વચ્છ થઇ જશે. બે દિવસ ઠંડી ઓછી રહેશે જ્યારે ગુરૂવારથી ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
 
                કમોસમી વરસાદે ફરીવાર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.આજે વહેલી સવારે કચ્છમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પાક નુકશાની થવાની ભીતિ છે. માવઠા કારણે જીરૂ, રાયડો અને ધાણા સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. કચ્છના ભુજ, માંડવી મુન્દ્રા, ભચાઉ નખત્રાણા તાલુકાના કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હજુપણ હવામાન વિભાગે વરસાદ આગાહી કરી છે. હજુપણ કમોસમી વરસાદ પડેતો ખેડૂતો પાક નુકશાન થવાની શકયતા છે. ચાલુ વર્ષે ચોમાસુ અને શિયાળામાં ઠંડી રહેતા ખેડુતો ઉત્પાદન વધે તેવું ખેડૂતોને ધારણા હતી. કમોસમી વરસાદે વધુ એક વાર ખેડૂતો ચિત્યામાં વધારો કર્યો છે.
 
               પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં રહી રહી ને જે રીતે કમોસમી વરસાદ વરસ્યો જેને લઈ જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે આજે ફરી હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વહેલી સવાર થી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતાં ધરતી પુત્રો પર પણ ચિતાના વાદળો ઘેરાયેલ જોવા મળી રહ્યા છે. જેમાં ખેડૂતો દ્વારા રવિ સીઝનમાં સારી આવક આવશે તેવી આસાથી પોતે પેટે પાટા બાંધીને ને ઘઉં – જુરું – એરંડા – તેમજ લીલા ચણા નું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ આજે ફરી વાતાવરણમાં પલ્ટો આવતા રવિ સીઝનમાં પણ ખેડૂત ના પાક માં ભારે નુકસાની વેઠવાનો આરો આવે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જેમાં વાદળ છાયા વાતાવરણને લઈ જુરું તેમજ ચણાના પાકમાં ચરમી તેમજ ઈયળો પડવાની સંભાવના ખેડૂતો સેવી રહ્યા છે એટલે જગતના તાત પર એકબાદ એક પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
 
               રાજ્યની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તેમાં વધારો થયો છે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકશાની જોવા મળી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘના આગેવાનનોએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ખેડૂત આગેવાનોએ વરસાદના કારણે નુકસાનીની ભિતી અને ખાસ શિયાળુ પાકની મારી નુકસાની જોવા મળી હોય તેવું જણાવ્યું હતું તો બીજી તરફ વીમા કંપનીઓ વીમો નથી આપતી અને રાજ્યની અંદર સતત ચોથી વખત માવઠું જોવા મળી રહ્યું છે જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થઈ રહ્યો છે જીરું કેરી જેવા પાકને વધુ નુકશાન રહશે.
 
              આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ ધુમ્મસભર્યા થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના અનેક
આભાર – નિહારીકા રવિયા  વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે. રવિ પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત બન્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.