ક્રુરતાઃ આ સ્થળે પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યું નવજાત બાળક
અમદાવાદનાં ખોખરા ભાઇપુરા વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવ્યું છે. ત્યાં સ્થાનિક લોકોની ચર્ચા પ્રમાણે અહીં મહિલા એક કોથળી મુકીને ગઇ હતી. બાદમાં જાણ થઇ કે તેમાં એક બાળક છે. એક અજાણી મહિલા પ્લાસ્ટિકની થેલીમાં બાળકને તરછોડીને ચાલી ગઇ હોવાની આસપાસનાં લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ બાળક મળી આવ્યું ત્યારે તેના શરીર પર કોઇ કપડા જ ન હતાં.
આ બાળકને જન્મતાની સાથે જ તરછોડવામાં આવ્યાંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ નવજાતને અહીં કોણ, ક્યારે અને કેવા સંજોગોમાં મુકી ગયું છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ આ અંગેની તપાસ કરવામાં આવશે.