
કોરોનાવાઈરસ / હુબેઈમાં ફસાયેલા કેરળના ૧૫ વિદ્યાર્થીઓ કોચ્ચી પહોંચ્યા; ચીનમાં મૃતકોની સંખ્યા સાર્સથી પણ વધારે, અત્યાર સુધી ૭૨૨ના મોત
નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે ચીનના હુબેઈ રાજ્યમાં ફસાયેલા કેરળના ૧૫ વિદ્યાર્થીઓ શુક્રવાર રાત્રે કોચ્ચિ પહોંચી ગયા છે. એરપોર્ટના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પહેલાં ચીનના કુંમિંગ એરપોર્ટથી બેંકોક પહોંચ્યા હતા. ત્યારપછી એર એશિયાના વિમાનથી અહીં આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેમને સીધા કલામસેરી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં અત્યાર સુધી ૭૨૨ લોકોના મોત થઈ ચૂક્યા છે.
ચીનનો આ આંકડો બે દશક પહેલા ચીન-હોન્ગકોન્ગમાં સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)થી મૃત્યુ પામનારા લોકોથી પણ વધારે છે. નોવેલ કોરોનાવાઈરસ અને સાર્સ એક જ શ્રેણીના વાઈરસ છે. ૨૦૦૨-૨૦૦૩માં ચીન અને હોન્ગકોન્ગમાં સાર્સના કારણે લગભગ ૫૦૦ લોકોના મોત થયા હતા. દુનિયાભરમાં ૧૨૦થી વધારે લોકોના મોત થયા હતા. તો બીજી બાજું કોરોનાવાઈરસના સંક્રમણના કારણે જાપાનના પોર્ટ પર જ છોડવામાં આવેલા જહાજમાં ઘણા ભારતીય પણ ફસાયા છે.વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, ઘણા ભારતીય ક્રુ મેમ્બર્સ દળ અને યાત્રી કોરોનાવાઈરસના કારણે જહાજ પર ફસાયા છે. અત્યાર સુધી કોઈ પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. અમે તેમની પર નજર રાખી રહ્યા છીએ.ચીનના સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી શનિવારે ૮૬ લોકોના મોત થયા છે. ૩૩૯૯ નવા કેસ નોંધાયા છે. ચીનમાં ૩૪,૫૦૦ કેસની પુષ્ટિ થઈ ગઈ છે. ચીનના હુબેઈ પ્રાંતમાં ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી ચીનના ૩૦થી વધારે શહેરોનું લોકડાઉન કરવામાં આવ્યું છે. હુબેઈના વુહાન શહેરમાં લગભગ ૫.૬ કરોડો લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે.જાપાનમાં જહાજ પર ૬૪ લોકોમાં સંક્રમણની પુષ્ટિબીજી બાજુ, જાપાનના જહાજ પર સવાર લગભગ ૬૪ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ ચુકી છે. જેમાં જાપાનના ૨૮, અમેરિકાના ૧૧ અને કેનેડાના સાત યાત્રિ સામેલ છે. જહેજા પર ૫૬ દેશોના લગભગ ૩૭૦૦ લોકો છે. જેમાં ૨,૭૦૦ યાત્રિ અને ૧૦૦૦ ક્રુ મેમ્બર્સ છે. જાપાન સરકારે બાકીના યાત્રિઓ અને ક્રુ મેમ્બર્સને લગભગ ૧૪ દિવસો સુધી જહાજ પર જ રહેવા માટે કહ્યું છે.