
ઉપલેટા : લાઠ ગામ પુત્રની પિતાએ માથામાં પાવડો મારી હત્યા કરી
ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં રહેતા સંજય મગનભાઇ મારવાણીયા (ઉ.વ.૪૪)ને તેના જ પિતા મગનભાઇ જાદવભાઇએ ખેતરમાં માથામાં પાવડો મારી હત્યા કરી હતી. ઘટના બાદ મગનભાઇ સ્થળ પર હાજર રહ્યા હતા અને ઉપલેટા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સંજય દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને કામ કરતો ન હોવાથી પિતાએ પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ બનાવ પાટણવાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતો હોય પરંતુ PSI રજા પર રજા પર હોવાથી ઉપલેટા ઇન્ચાર્જ PI કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સંજયના મૃતદેહને પીએમ માટે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
સંજય દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને કામ કરતો ન હોવાથી ૧૭ વર્ષ પહેલાઘર છોડીને જતો રહ્યો હતો. તેમજ તેની પત્ની એકના એક પુત્ર સાથે પતિથી કંટાળી ઘર છોડીને જતી રહી હતી. પુત્ર ઉપલેટા રહેતા કાકા કૌશિકભાઇના ઘરે રહીને અભ્યાસ કરે છે. સંજય મહારાષ્ટ્ર બાજુ એકલો રખડતો હતો. ઘણા સમય બાદ ઘરે આવ્યો હતો. ત્યારે પિતા ખેતરમાં વહેલી સવારે ચાર વાગ્યે પાણી વાળી રહ્યા હતા ત્યાં આવી ચડ્યો હતો. સંજયે પિતા પાસે રૂપિયા માગતા તેઓ ઉશ્કેરાયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં પાવડો લઇ પિતાએ સંજયના માથા પર મારી દીધો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.