ઈન્ડિયા : ૧,૧૨,૪૭૦ કેસ, મૃત્યુઆંક-૩,૪૩૮ઃ હવે દર ૨ દિવસે ૧૦ હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે

ગુજરાત
ગુજરાત 329

નવી દિલ્હી. દેશભરમાં સંક્રમિતોની સંખ્યા૧,૧૨,૪૭૦એ પહોંચી થઈ ગઈ છે. અને સાથે ૩,૪૩૮ લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ ૪૫,૪૨૨ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૩૯,૨૯૭ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીંયા ૧૦,૩૧૮ લોકો સારવાર બાદ સાજા પણ થયા છે અને ૧,૩૯૦ લોકોના મોત થયા છે.તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજારની પાર પહોંચ્યો છે. ૩ દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. આ સપ્તાહ દર્દીઓની ગતુ પહેલા કરતા વધી ગઈ છે. એ દર ૨ દિવસમાં ૮ હજારથી વધીને ૧૦ હજારે પહોંચી ગઈ છે.

                                                                           અપડેટ્સ

  • ભોપાલમાં લોકડાઉન વચ્ચે ભદભદા વિશ્રામ ઘાટ પર જે મૃતકોનો અંતિમ સંસ્કાર કરાયા, તેમની અસ્થિઓ હજુ સુધી સ્મશાન ઘાટના લોકરમાં જ રાખવામાં આવી છે. શ્મશાન ઘાટના સંચાલક એલ સિંહનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન અહીંયા લગભગ ૨૦૦ લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે.
  • રેલવેએ ૧ મેથી અત્યાર સુધી ૧૮૧૩ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. આનાથી ૨૨ લાખ શ્રમિત પોતાના ઘરે પહોંચ્યા છે. સૌથી વધારે ૯૧૨ ટ્રેન ઉત્તરપ્રદેશન માટે દોડાવાઈ હતી, જ્યારે બિહારમાં ૩૯૮ ટ્રેનની સફર ખતમ થઈ છે.
  • વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર બુધવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને બે વિમાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ મનીલા(પેલેસ્ટાઈન)થી ૧૬૬ યાત્રિઓ અને અબુધાબીથી ૧૪૮ યાત્રિઓને લઈને વિમાન પહોંચ્યું હતું.
  • નક્સલી હુમલામાં ઘાયલ થયેલા CRPFના ૭ કોબરા કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ એ જ ૧૭ CRPF જવાનોમાંથી છે, જે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ તમામ ઉત્તર દિલ્હીના એક કેમ્પમાં રહે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.