આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહેશે : મધ્‍યમ વરસાદ પડશે : અંબાલાલ પટેલ

ગુજરાત
ગુજરાત

રાજયના ખેડૂતો માટે આ વખતના ચોમાસાની પેટર્ન અંગે આગાહી કરતાં હવામાન નિષ્‍ણાંત અને એસ્‍ટ્રોલોજર અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વખતે ચોમાસાની પેટર્ન અલગ પ્રકારની રહી શકે છે. આ વખતે ચોમાસુ મધ્‍યમ રહેવાની શકયતા હોવાનું અંબાલાલ પટેલ જણાવે છે. તેમના કહ્યા મુજબ આ વખતે નિરંતર ચોમાસા જેવો વરસાદ ન કહી શકાય. ગરમી ઠંડીના ક્રમને કારણે પેટર્ન બદલાઈ શકે છે. સિસ્‍ટમ્‍સ સતત ન રહેતા પેટર્ન બદલાઈ શકે છે. ખંડ વૃષ્‍ટિ પ્રકારનો વરસાદ થવાની શકયતા હોવાનું અને ખંડ વૃષ્‍ટિના કારણે ચોમાસુ મધ્‍યમ રહી શકે છે. તેમ તેમણે ચેનલ ન્‍યુઝ ૧૮ ગુજરાતીને જણાવ્‍યુ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.