આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહીઃ ઠંડીમાં ઘટાડો થશે

ગુજરાત
ગુજરાત 9

ગાંધીનગર : ઉતરાયણ પર્વને લઈને પતંગ રસિકો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગની આગાહીનું માનીએ તો ઉતરાયણમાં વિÎન બનીને વરસાદ ત્રાટકી શકે છે. ઉતરાયણ પહેલા વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. ૧૩ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્્યતા છે. આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો જાવા મળશે અને ત્યાર બાદ વાતાવરણમા પલ્ટો આવશે. આ સાથે કમૌસમી વરસાદની શક્્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટÙ, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ કમૌસમી વરસાદને પગલે ખેડૂતોને ઘંઉ, રાયડો, જીરૂ, વરિયાળીના તૈયાર પાકને વરસાદને કારણે ભીંજાઈ જવાની ભીતિ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સાક્લોનિક સકર્યુંલેશન પતંગ રસિયાઓનીની પણ મજા બગડી શકે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.