અમદાવાદ / છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા લગભગ ૧ કરોડ ૭૩ લાખના દારૂનો નાશ કરાયો

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝોન ૫ના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા લગભગ ૧ કરોડ ૭૩ લાખના દારૂ પર ગુરૂવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ઝોન ૫ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જાતે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી અને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. કોર્ટની મંજુરી બાદ આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે. ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે અને જો તેમના જ સિનીયર અધિકારી જાતે જ દારૂના જથ્થાનો નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે..છેલ્લા બે વર્ષમાં દારૂના ૫૦૦થી વધુ કેસ કરવામાં આવ્યાઝોન ૫ માં આવેલ નિકોલ, ખોખરા, રામોલ, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ઓઢવ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં દારૂના ૫૦૦થી વધુ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી, સહીતના પોલીસ અધિકારી ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.