
અમદાવાદ / કે.કા. શાસ્ત્રી કોલેજમાં આજે જોબ ફેર, 3 હજાર પોસ્ટ પર ભરતી
અમદાવાદ: રોજગાર કચેરી તરફથી ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કે.કા શાસ્ત્રી કોલેજમાં આજે ગુરૂવારે મેગા જોબ ફેરનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્સ્યોરન્સ, બેન્કિંગ, આઈટી સહિતની કંપનીઓ 3210 જેટલી જોબ ઓફર કરશે. પસંદગી પામેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 1.20 લાખથી રૂ. 4.18 લાખનુ જોબ ઓફર કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. ખોખરામાં આવેલી કે કા શાસ્ત્રી કોલેજમાં ગુરુવારે સવારે 9.30 કલાકે સસંદસભ્ય કિરીટ સોલંકી, શહેર મેયર બિજલ બેન પટેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનો પ્રારંભ થશે. આ રોજગાર મેળામાં ટર્નર, વેલ્ડર, ફિટર, હેલ્પર,ટેકનિશિયન, સુપરવાઈઝર,ફ્રન્ટ ઓફિસ માટે એકઝક્યુટિવ, બેક ઓફિસ પર એકઝિક્યુટિવ, ટેલિકોલર, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, માર્કેટિંગ મેનેજર, ઈન્સ્યોરન્સ એડવાઈઝર, સોફ્ટવેર ડેવલપર, ટીમ લીડર, રિજિયન મેનેજર, ઇવેન્ટ મેનેજર સહિતની પોસ્ટ પર ભરતી માટેના ઈન્ટરવ્યુ લેવાશે.મદદનીશ નિયામક રોજગાર એસ આર વિજયવર્ગીયે જણાવ્યું છે કે, જેમણે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા યુવાનો પણ રૂબરુ રોજગાર મેળામાં ઉપસ્થિત રહીને રોજગાર મેળામાં ભાગ લઈ શકશે.