અમદાવાદમાં ABVP-NSUI કાર્યકરો વચ્ચે ઘર્ષણને લઈ પ્રિયંકા ગાંધી લાલઘૂમ, BJPને લીધી આડે હાથ

ગુજરાત
ગુજરાત

અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP-NSUI  કાર્યકરો વચ્ચે ઘર્ષણ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા NSUI કાર્યકરો પર થયેલ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી છે. તેમણે એબીવીપીને આડે હાથ લેતા આ ઘટનામાં એબીવીપી સામે ગંભીર આક્ષેપ કર્યા છે.આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વીટર એકાઉન્ટર પર આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું કે ભાજપા સરકાર અસામાજિક તત્વોને ખુલ્લું સમર્થન આપી રહી છે. આ સાથે પ્રિયંકા ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ એબીવીપી પર એનયૂઆઈ કાર્યકર્તાઓને માર મારવાનો આરોપ પણ લગાવ્યો.ઉલ્લેખનીય છે કે જ્યારેથી અમદાવાદના પાલડી વિસ્તારમાં એબીવીપી અને એનએસયૂઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ત્યારથી કોંગ્રેસ પાર્ટી સક્રિય બની છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર પ્રદર્શન કરી આ ઘટનાનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ અંગે હવે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રતિનિધિમંડળ પોલીસ કમિશનરને મળશે અને પોલીસની કામગીરી અંગે ૨૪ કલાક છતા ફરિયાદ દાખલ ન કર્યાની રજૂઆત કરશે.ઉપરાંત આ પહેલા કોંગ્રેસે યુનિવર્સીટી બહાર પણ ધરણા કર્યા હતા. જ્યારે બીજી તરફ એબીવીપીએ પાલડી ખાતે હવન કર્યો હતો. કોંગ્રેસ છમ્ફઁના કાર્યકરો સામે ૩૦૭ મુજબ ફરિયાદ નોંધવા માગ કરી રહી છે અને સરકારના દબાણથી પોલીસ ફરિયાદ ન લેતા હોવાનો આરોપ લગાવી રહી છે. ભુજમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજના જયુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યકરો વિરોધ નોધાવ્યો હતો. મળતી માહિતી મુજબ કોંગ્રેસ કાર્યકરો ભાજપ કાર્યલય ખાતે વિરોધ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વિરોધ કરી રહેલા ૫૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.કોંગ્રેસના નતા રાજીવ ત્યાગીએ પણ ABVPનું પર આકરા પ્રહાર કરી કહ્યું કે છમ્ફઁનું નામ બદલી દેવું જોઈએ. તેમણે કહ્યું કે ABVPનું નામ અખીલ ભારતીય ગુંડા પરિષદ રાખવું જોઈએ. એક તરફ બેરોજગારી, મંદીથી ખેડૂતો દેશમાં બેહાલ છે અને બીજી તરફ ધ્યાન ભટાકવવા દેશમાં સાંપ્રદાયિક ભાગલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.