અમદાવાદના પાગલ પ્રેમીએ એસિડ ફેંકી યુવતીનો ચહેરો બગાડી નાંખવાની ધમકી આપી

ગુજરાત
ગુજરાત 29

અમદાવાદ
          નવા નરોડા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પિયુષ ચાવડા નામના યુવકે યુવતી ઘરે એકલી હતી ત્યારે બીજા કોઈ સાથે લગ્ન કરશે તો તેની પર એસિડ છાંટી દઇશ તેવી ધમકી આપી ઘરમાં ઘુસી તેની છેડતી કરી ફરાર થઈ ગયો હતો. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત દીપિકા પાદુકોણ સ્ટારર ‘છપાક’ રીલિઝ થઈ છે. આમ આ ફિલ્મની રિવર્સ ઈફેક્ટ જોવા મળી રહી છે.
 
          પરિવાર સાથે નવા નરોડામાં રહેતી આ યુવતીના માતા-પિતા રવિવારે સગાનું મરણ થઈ જવાને કારણે વતન ગયા હતા. આ દરમિયાન યુવતી ઘરમાં એકલી હતી. આ દરમ્યાનમાં નરોડમાં પુલીનપાર્કમાં રહેતો અને એકતરફી પ્રેમમાં પાગલ પિયુષ ચાવડા નામનો યુવક યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ત્યાર બાદ યુવતી સાથે અડપલાં કરી ધમકી આપી હતી કે જો તે બીજે ક્યાંય લગ્ન કરશે તો તેની પર એસિડ છાંટી તેણીનો ચહેરો બગાડી નાખશે.
 
         રાત્રે માતા પિતા ઘરે આવતા યુવતીએ આ બાબતની જાણ કરી હતી. જેથી યુવતીના પિતાએ કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિયુષની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.