
વ્હોટ્સએપમાં જલ્દી યુનિક યુઝર નેમ સેટ કરી શકશે,નંબર શેર કર્યા વિના ચેટ કરવાનો વિકલ્પ હશે
લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપને ટૂંક સમયમાં યુઝર નેમ સેટ કરવાનો વિકલ્પ મળશે, જેના દ્વારા યુઝર્સ તેમના એકાઉન્ટ માટે યુનિક યુઝર નેમ સેટ કરી શકશે. WABetaInfoના એક રિપોર્ટ મુજબ, યુઝર્સના અનુભવ અને લોકોની પ્રાઈવર્સીમાં વધારો કરવા માટે WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે બીટા વર્ઝન 2.23.11.15ના વિકાસ તબક્કામાં છે.
યુઝર્સને વ્હોટ્સએપનું આ નવું ફીચર એપના સેટિંગ્સના પ્રોફાઈલ સેક્શનમાં મળશે. આ પછી WhatsApp એકાઉન્ટને ઓળખવા માટે મોબાઇલ નંબર પર આધાર રાખવાને બદલે તમે એક યુનિક યુઝર્સે નામ વિકલ્પ પણ પસંદ કરી શકશો.

યુઝર્સ નંબર શેર કર્યા વગર ચેટ કરી શકશે
રિપોર્ટ અનુસાર, આ ફીચર રોલઆઉટ થયા બાદ તમામ વ્હોટ્સએપ યુઝર્સ નંબર શેર કર્યા વગર એકબીજા સાથે ચેટ કરી શકશે. જો કે, આ ફીચર કેવી રીતે કામ કરશે અને એકવાર યુઝરનેમ સેટ થઈ ગયા પછી યુઝર્સ તેને કેટલી વાર બદલી શકશે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે અપડેટ દ્વારા ઉપલબ્ધ થશે, જેના પછી આ ફીચર વિશે ઘણી માહિતી સામે આવી શકે છે.
તાજેતરમાં વોટ્સએપે મેસેજ એડિટ અને ચેટ લોકીંગ ફીચર લોન્ચ કર્યું છે.
વ્હોટ્સએપે હાલમાં જ મેસેજ એડિટ અને ચેટ લોકીંગ ફીચર લોન્ચ કર્યું છે. મેસેજ એડિટ ફીચરમાં યુઝર્સ મોકલેલા મેસેજને 15 મિનિટ સુધી એડિટ કરી શકે છે.
આ સાથે, યુઝર્સ ચેટ લોક ફીચર દ્વારા કોઈપણ ગ્રુપ અથવા વ્યક્તિગત ચેટને લોક કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ડિવાઇસ પિન અથવા બાયોમેટ્રિક્સ લૉકનો ઉપયોગ કરીને તેમની ચેટને ઍક્સેસ કરી શકશે.
મેસેજ એડિટ કરવા માટે આ રહી પ્રોસેસ :
- વ્હોટ્સએપ પર મેસેજ એડિટ કરવા માટે તમારે મેસેજ પર લોન્ગ પ્રેસ કરવું પડશે.
- મેનુમાં એડિટ ઓપ્શન પર ક્લિક કરીને મેસેજ બદલી શકાય છે.
- મેસેજમાં ‘એડિટેડ’ દેખાશે, જેથી સામેની વ્યક્તિને તેની જાણ થાય.

ચેટ લૉક સુવિધા દ્વારા ચેટ્સને કેવી રીતે લૉક અને હાઇડ કરી શકાય?
- સૌ પ્રથમ, આ સુવિધા માટે WhatsAppને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
- આ પછી WhatsApp ઓપન કરો.
- હવે તમે જે ચેટને લોક અને હાઇડ કરવા માગો છો તેના પર જાઓ.
- તે ચેટ સાથે એકાઉન્ટના પ્રોફાઇલ ચિત્રને ટેપ કરો.
- હવે તમને હાઇડ થયેલા મેસેજની નીચે લખેલું નવું ચેટ લોક ફીચર દેખાશે, તેના પર ક્લિક કરો, ત્યારબાદ ચેટ લોક થઈ જશે.
- એ જ રીતે તમે અન્ય ચેટ્સને પણ લોક અને છુપાવી શકો છો.
લૉક અને હિડન ચેટ્સ કેવી રીતે એક્સેસ કરવી?
- WhatsApp ઓપન કરો.
- હવે એપના હોમ પેજમાં ચેટને નીચેની તરફ સ્ક્રોલ કરો.
- આ પછી એક સિક્રેટ ફોલ્ડર દેખાશે, જેને ટેપ કરવાનું રહેશે.
- હવે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ દાખલ કરો, જેના પછી તમે ચેટને ઍક્સેસ કરી શકશો.