વેસ્ટર્ન ડિજિટલે આઇફોન અને યુએસબી ટાઇપ-સી ડિવાઇસિસ વચ્ચે સરળતાથી કન્ટેન્ટ મૂવ કરવા પ્રથમ 2-ઇન-1 ફ્લેશ ડ્રાઇવ રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ 21

આઇફોન ડિવાઇસિસ અને મેક કમ્પ્યુટર્સ સહિતના કોમ્પેટિબલ ડિવાઇસિસ ઉપર કન્ટેન્ટ શેર કરવા માટે સ્ટાઇલિશ અને વિશ્વસનીય સોલ્યુશન શોધતાં ગ્રાહકો માટે વેસ્ટર્ન ડિજિટલ (NASDAQ: WDC)એ આજે ડ્યુઅલ લાઇટનિંગ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટર્સ સાથેની કંપનીની પ્રથમ ફ્લેશ ડ્રાઇવ SanDisk®iXpand® Flash Drive Luxeલોંચ કરવાની જાહેરાત કરી છે. લાઇટનિંગ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટર્સ તથા ઓલ-મેટલ કેસિંગ સાથે SanDisk iXpandFlash Drive Luxeયુઝર્સને આઇફોન, આઇપેડ પ્રો, મેક અને એન્ડ્રોઇડ ફોન્સ સહિતના અન્ય યુએસબી ટાઇપ-સી ડિવિસિસ વચ્ચે સરળ એક્સેસ અને ફાઇલ્સ મૂવ કરવા માટે સરળ માધ્યમ પ્રદાન કરે છે.

વેસ્ટર્ન ડિજિટલ નવી દ્વારા વિવિધ કનેક્ટર્સ સાથેના ડિવાઇસિસ વચ્ચે ફાઇલ્સ મૂવ કરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવે છે. આ નવી ફ્લેશ ડ્રાઇવ બે કનેક્ટર્સ ધરાવે છે, જેનાથી ફાઇલ્સ ઝડપથી મૂવ કરી શકાય છે તેમજ અપલોડ અથવા સેવ કરવા માટે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં કન્ટેન્ટ ઇમેઇલ કરવાની જરૂરિયાતને દૂર કરે છે. એકવાર ફાઇલ ડ્રાઇવ ઉપર હોય એટલે તેને હાઇ-સ્પીડ યુએસબી 3.0 કનેક્ટર્સની મદદથી યુએસબી ટાઇ-સી-કોમ્પેટિબિલ કમ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાય છે. ગોપનિયતા ઇચ્છતા ગ્રાહકો તેમની ફાઇલ અને ફોટાને iXpand® Drive એપ દ્વારા પાસવર્ડથી સુરક્ષિત રાખી શકે છે. આ એપનો ઉપયોગ આઇફોનમાંથી સ્પેસ દૂર કરવા અથવા આપમેળે ફોટો, વિડિયો, ડોક્યુમેન્ટ્સ અને કોન્ટેક્સ્ટના બેકઅપ માટે કરી શકાય છે, જેના માટે ધીમા ઇન્ટરનેટ કનેક્શનની ઝંઝટ રહેતી નથી. આ ડ્રાઇવ 64 જીબી, 128 જીબી અને 256 જીબીમાં ઉપલબ્ધ છે, જેનાથી ફોટો, વિડિયો અને ગેમ્સ માટે વધુ સ્પેસ મળી રહે છે.

વેસ્ટર્ન ડિજિટલ ઇન્ડિયાના સેલ્સ ડાયરેક્ટર ખાલિદ વાણીએ જણાવ્યું હતું કે, “ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને સ્માર્ટ ગેટેટની વ્યાપક ઉપલબ્ધતા અને સ્વિકાર્યતા સાથે સરેરાશ ભારતીય ડિવાઇસનો વિવિધ પ્રકારે ઉપયોગ કરે છે. તેઓ અનુકૂળ અને સરળતાથી આઇફોનમાંથી વિવિધ ડિવાઇસિસ ઉપર તેમની કન્ટેન્ટ ટ્રાન્સફર કરવા અને જોવા માટે સક્ષમ બનવા જોઇએ. અમે SanDisk iXpandFlash Drive Luxe લોંચ કરતા ઉત્સાહિત છીએ, જે વિવિધ ગેટેટ્સ ઉપર ડેટાને વધુ સુલભ બનાવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે, જેથી ગ્રાહકો કનેક્ટિવિટી અથવા ઓછા સ્ટોરેજની ચિંતા કર્યાં વિના સંપૂર્ણ પ્રકારે તેમનું ડિજિટલ જીવન જીવી શકે છે.”
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં વેસ્ટર્ન ડિજિટલ, ઇન્ડિયાના માર્કેટિંગ ડાયરેક્ટર જગન્નાથન ચેલિયાએ જણાવ્યું હતું કે, “આજે ગ્રાહકો હંમેશા ઓન-ધ-ગો રહે છે, દૂરના સ્થળેથી કામ કરે છે, ટ્રાવેલિંગ કરે છે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા દરમિયાન તેમના આઇફોન ઉપર કન્ટેન્ટની રચના કરે છે તેમજ તેના એડિટિંગ, શેરિંગ અને બેક અપ માટે વિવિધ ડિવાઇસિસમાં કન્ટેન્ટ ટ્રાન્સફર કરે છે. ડેટા ટ્રાન્સફર અને સ્ટોરેજ સંબંધિત ચિંતાઓ હોવી જોઇએ નહીં. આ પરિસ્થિતિમાં SanDisk iXpandFlash Drive Luxe દ્વારા તમે આઇફોન અને અન્ય ડિવાઇસિસ ઉપર સરળતાથી કામ કરી શકો છો. SanDisk iXpandFlash Drive Luxe બ્રાન્ડની વિશ્વસનીયતા ઓફર કરે છે, જેના ઉપર વિશ્વભરના લાખો ગ્રાહકો વિશ્વાસ ધરાવે છે.”
મુખ્ય વિશેષતાઓ
o કોમ્પેટિબલ ડિવાઇસિસ, આઇફોન, આઇપપેડ પ્રો, મેક તથા એન્ડ્રોઇડ ફોન સહિત યુએસબી ટાઇપ-સી ડિવાઇસિસ વચ્ચે સરળતાથી કન્ટેન્ટ મૂવી કરી શકાય છે
o ડ્યુઅલ લાઇટનિંગ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટર્સ સાથે ઓલ-મેટલ કેસિંગ ફ્લેશ ડ્રાઇવ
o આઇફોન ડિવાઇસિસ ઉપર સરળતાથી સ્પેસ ફ્રી કરે છે, જેથી કન્ટેન્ટ ક્રિએટ કરી શકાય
o આઇફોન ફોટો, વિડિયો વગેરેનું આપમેળે બેક અપ
o આઇફોન, પીસી અને મેક ડિવાઇસિસ ઉપર તમારી ફાઇલ્સને પાસવર્ડ દ્વારા પ્રોટેક્શન
o સ્ટાઇલિશ ડ્યુઅલ-પર્પઝ સ્વિવેલ ડિઝાઇન કનેક્ટર્સને સુરક્ષિત રાખે છે તથા કીરિંગ હોલ જેવી વિશેષતાથી ડિવાઇસનો સરળ ઉપયોગ

કિંમત અને ઉપલબ્ધતા
નવી SanDisk iXpand Flash Drive Luxe બે વર્ષની લિમિટેડ વોરંટી ધરાવે છે અને હવે તે વેસ્ટર્ન ડિજિટલ સ્ટોર, એમેઝોન અને અન્ય પસંદગીના રિટેઇલર્સ ઉપર ઉપલબ્ધ છે. SanDisk iXpand Flash Drive Luxe64જીબી, 128જીબી અને 256જીબી સાથે અનુક્રમે રૂ. 4449, રૂ. 5919 અને રૂ. 8999ની કિંમતે ઉપલબ્ધ છે.

iXpand Flash Drive Luxe હવે એમેઝોન ઇન્ડિયા ઉપર વિશેષ ઉપલબ્ધ છે.

To keep up with the latest from SanDisk, follow us on Facebook, Instagram and Twitter.

* 1GB = 1,000,000,000 bytes. Actual user storage capacity less.
1 For iPhone, iPad Pro and iPod compatibility, see http://www.sandisk.com/support/ixpandcompatibility. Android™ device requires USB Type-C™ port and On-The-Go (OTG) support. See www.sandisk.com/dualdrive-c for list of compatible devices.
2iXpand® Drive app required (except for Android devices). Available for download from the App Store.iOS 10.0.2 or higher required. Set up automatic backup within app settings. Terms and conditions apply.
3 Password protection is supported by iOS 10.0.2 and higher, macOS 10.9 and higher, Windows® 7, Windows 8 and Windows 10.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.