વિરાટ કોહલી બન્યો નોઇઝનો નવો બ્રાન્ડ એમ્બેસેડર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઇન્ડિયાની અગ્રણી કનેક્ટેડ લાઇફ સ્ટાઇલ ટેક બ્રાન્ડ નોઇઝે  પોતાની સ્માર્ટ વોચ માટે ઇન્ડિયાના ક્રિકેટ કિંગ
એવા વિરાટ કોહલીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી

ઇન્ડિયાની અગ્રણી કનેક્ટેડ લાઇફ સ્ટાઇલ ટેક બ્રાન્ડ નોઇઝે પોતાની સ્માર્ટ વોચ માટે ઇન્ડિયાના ક્રિકેટ કિંગ એવા વિરાટ કોહલીની નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે. આ ભાગીદારીને કારણે નોઇઝ બ્રાન્ડ પ્રત્યે દેશ-વિદેશના ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે.

આ અવસરે નોઇઝ ઇન્ડિયાના કો-ફાઉન્ડર ગૌરવ ખત્રીએ કહ્યું કે, અમે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવા વિરાટ કોહલીને નોઇઝમેકર તરીકે આવકારવા માટે ઉત્સાહિત છીએ. સ્માર્ટવોચ ડોમેનમાં અમારું નેતૃત્વ એ જર્નીને દર્શાવે છે જે વિરાટે દુનિયાભરના ચાહકોના પસંદગીદાર બનવા માટે કર્યું છે. અમને ખાતરી છે કે નોઇઝની સાથે વિરાટ કોહલી જોડાવવાથી  ભારત અને વિદેશના યુવા પ્રેક્ષકો સાથે અમારું જોડાણ વધુ મજબૂત બનશે.

નોઇઝ અને વિરાટ બંને અનુક્રમે સ્માર્ટ કનેક્ટેડ લાઇફ સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે વધુમાં કહ્યુ કે, વિરાટે હંમેશા તેના ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે આજે તેની ગણતરી સુપર એથ્લેટ્સના રૂપમાં પણ થાય છે. આ જ બધી બાબતો બ્રાન્ડને આદર્શ બનાવે છે.  નવ ક્વાર્ટર્સથી સતત સફળતા પ્રાપ્ત કરતી સ્માર્ટવોચ કેટેગરીમાં નોઈઝ સૌથી મજબૂત ભારતીય બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. બ્રાન્ડની આ સફર તેની ડિલિવરી, એબિલિટી  ટુ ઇન્વેન્ટ અને રિ-ઇન્વેટને દર્શાવે છે

આ અંગે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે , હું હંમેશા એવી બ્રાન્ડ્સ સાથે કામ કરવામાં માનું છું જેની સાથે હું જોડાવવું છું. નોઈઝમેકર્સની ઉત્સાહિત ટીમમાં જોડાવા માટે હું ઉત્સાહિત છું કારણ કે હું નોઈઝ સાથે ભાગીદાર છું જે સતત નવું વિચારે છે અને ભારતને વૈશ્વિક નકશા પર મૂકતા સ્માર્ટ વેરેબલના યુગમાં ખરેખર પ્રવેશ કર્યો છે. અમારી ભાગીદારી અંદરના અવાજને સાંભળવાની અમારા વિશ્વાસનું પ્રતિક છે.

આ સમય દરમિયાન વિરાટ એક મજબૂત કેમ્પેઇનમાં પણ સામેલ થશે જેમાં તમામ ટચપોઇન્ટનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.