
ટ્રુકોલરે વૈશ્વિક સ્તરે 300 મિલિયન એક્ટિવ યુઝર્સ પાર કર્યા
સંપર્કો વેરિફાઈ કરવા માટે અને અનિચ્છનીય સંદેશવ્યવહારને બ્લોક કરવા માટે અવ્વલ વૈશ્વિક મંચ ટ્રુકોલર દુનિયામાં સૌથી વિશાળ કોલર આઈડી અને સ્પામ ડિટેકશન સેવાઓમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવીને માસિક 300 મિલિયન ઉપભોક્તાઓની અત્યંત નોંધપાત્ર સિદ્ધિ પાર કરી હોવાની ઘોષણા કરવા માટે ગૌરવની લાગણી અનુભવે છે.
અમે નાને પાયે શરૂઆત કરી, પરંતુ ટ્રુકોલરની મહત્ત્વાકાંક્ષા મોટી છે. 300 મિલિયન એક્ટિવ યુઝર્સનો આંક પાર કરવો તે આજે અદભુત મંચ ટ્રુકોલરને બનાવવા માટે સખત મહેનત લેનારા અમારા બધા માટે સિદ્ધિ છે. છેલ્લા એક દાયકામાં અમે ટ્રુકોલરને ઘણા બધા લોકો દ્વારા ઉપયોગ કરાતી મહત્ત્વપૂર્ણ સેવા બનાવવા સખત મહેનત લીધી છે અને હું અમારા મંચ પર લાખ્ખો ઉપભોક્તાઓએ મૂકેલા વિશ્વાસથી બેહદ ખુશ છું. અમે ઉપભોક્તા અનુભવ બહેતર બનાવવા માટે પ્રોડક્ટ વિકસાવીને અમારી કંપનીની વૃદ્ધિ ચાલુ રાખવાની સ્પષ્ટ વ્યૂહરચના ધરાવીએ છીએ અને તેથી ભવિષ્યમાં વધુ ઉપભોક્તાઓનું સ્વાગત કરવા સુસજ્જ છીએ, એમ ટ્રુકોલરના સીઈઓ અને સહ- સ્થાપક એલન મામેદીએ જણાવ્યું હતું.
હજુ એક વર્ષ પૂર્વે અમારી પાસે 250 મિલિયન હતા, જેનો અર્થ 50 મિલિયન નવા યુઝર્સે તેમનું સુરક્ષાનું જાળું નિર્માણ કરવા માટે ઓક્ટોબર 2020થી વૈશ્વિક સ્તરે ટ્રુકોલર અપનાવ્યું હતું. લગભગ 11 વર્ષ પૂર્વે લોન્ચ કરાયા પછી ટ્રુકોલર એપ ઘણી બધી ભાષામાં સપોર્ટ સાથે દુનિયાભરમાં ઉપલબ્ધ છે. જોકે ભારત દેશભરમાં ફેલાયેલી તેની પહોંચ સાથે 220 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ સાથે સૌથી વિશાળ બજારમાંથી એક તરીકે ચાલુ રહી છે.