ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ફોર્ચ્યુનર અને લીજેન્ડર સાથે નવા વર્ષમાં પ્રવેશ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી ફોર્ચ્યુનરની શ્રેણીમાં હવે વધુ શક્તિશાળી ડીઝલ ઓટોમેટિક ટ્રાન્સમીશનના રૂપાંતર તથા એક નવી એક્સક્લુઝિવ અને સ્ટાઇલિશ લીજેન્ડર સામેલ છે

હંમેશા ઉત્કૃષ્ટ કારનું નિર્માણ કરવાના ટોયોટાના પ્રયાસોમાં ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે નવી ટોયોટા ફોર્ચ્યુનર અને એક્સક્લુઝિવ ન્યુ લીજેન્ડરની રજૂઆત કરી છે. એક દાયકાથી વધુ સમયથી ફોર્ચ્યુનર લોકોની પસંદગીની એસયુવી રહી છે અને હજૂ પણ પોતાની શ્રેણીમાં 53 ટકા હિસ્સેદારી સાથે પ્રભાવી છે.

નવી ફોર્ચ્યુનર 2.8 લીટર ડીઝલ એન્જિનમાં 6-સ્પીડ ઓટોમેટિક અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશનમાં ઉત્તમ મેન્યુઅલ ટ્રાન્સમીશન વિકલ્પોની સાથે તેમજ 2.5 લીટરનું પેટ્રોલ એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક અને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશનમાં ઉપલબ્ધ છે. ફોર્ચ્યુનરનું ઓટોમેટિક ટ્રાન્સમીશન રૂપાંતર પોતાની શ્રેણીમાં સર્વેશ્રેષ્ઠ 500 એનએમ ટોર્ક અને 204 પીએસ પાવર પ્રદાન કરે છે, જ્યારે કે મેન્યુઅર ટ્રાન્સમીશનનું રૂપાંતર 204 પીએસ પાવર અને 420 એનએમ ટોર્ક પેદા કરે છે.

નવી ફોર્ચ્યુનરમાં ઘણી વિશેષતાઓ છે, જેમાં આકર્ષક નવું ફ્રન્ટ ગ્રીલ, સ્કલ્પટેડ સાઇડ-પોનટૂન આકારનું બમ્પર વગેરે સામેલ કરતાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરે છે. હેડલેમ્પની નવી ડિઝાઇન એક ખાસ અને તેજ એલઇડી લાઇન ગાઇડની સાથે દિવસમાં પ્રકાશિત લેમ્પ્સ (ડીઆરએલએસ) અને સુપર ક્રોમ મેટાલિક ફિનિશિંગની સાથે મલ્ટી એક્સિસ સ્પોક એલોય વ્હીલ તેને લક્ઝુરિયસ બનાવે છે.

આંતરિક સુવિધાઓમાં ઉત્કૃષ્ટ સક્શન આધારિત સીટ વેન્ટિલેશન સિસ્ટમ અને એક મોટું સ્માર્ટ પ્લેકાસ્ટ ટચસ્ક્રિન એન્ડ્રોઇડ ઓટો-એપ્પલ કાર પ્લેની સાથે તેમજ એક જેબીએલ 11 સ્પીકર સબવુફર સહિતની કેટલીક વિશેષતાઓ સામેલ છે.

વાહન ચલાવવામાં આરામ અને વધુ સુવિધાઓ માટે નવી ફોર્ચ્યુનર ઓટો લિમિટેડ સ્લિપ ડિફ્રન્શિયલ (ઓટો-એલએસડી) ધરાવે છે, જે ટ્રેક્શન ગુમાવ્યાં વિના મહત્તમ પાવર શક્ય બનાવે છે. આ ઉપરાંત તેમાં વેરિએબલ ફ્લો કંટ્રોલ (વીએફસી), પાવર સ્ટિયરિંગ છે, જે સ્ટિયરિંગની ગતિશીલતાને ડ્રાઇવ મોડ્સ, ઇકો, નોર્મલ, સ્પોર્ટમાં ડાયનેમિકલી બદલી શકે છે તથા ફ્રન્ટ ક્લિઅરન્સ સોનાર છે, જે ઓછી જગ્યામાં પાર્ક કરતી વખતે સુરક્ષિત રીતે કામ કરે છે. મૂશ્કેલ ક્ષેત્રોમાં મજબૂતી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે લોક કરવામાં યોગ્ય ડિફરેન્શિયલની સાથે 4X4 (એટી અને એમટી) રૂપાંતરની ઓફ રોડ ખાસિયતો પણ સારી છે.

નવી ફોર્ચ્યુનર ફેન્ટમ બ્રાઉન, સુપર વ્હાઇટ, એટીટ્યુડ બ્લેક, અવંત ગ્રેડ બ્રોન્ઝ, ગ્રે મેટાલિક, સિલ્વર મેટાલિક, પર્લ વ્હાઇટ ક્રિસ્ટલ શાઇનની સાથે એક નવા રંગ સ્પાર્કલિંગ બ્લેક ક્રિસ્ટલ શાઇલમાં પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ટીકેએમે લીજેન્ડરની પણ રજૂઆત કરી છે. તેની બોલ્ડ ખાસિયતો સ્પષ્ટ અંતર પ્રસ્તુત કરે છે, જે તેને વધુ કૂલ અને ભવિષ્ય માટે ઉપર્યુક્ત બનાવે છે. તેના કિનારા ઉપર કેટમરેન મજબૂત વર્ટિકલ આકર્ષક છે. આ ઉપરાંત લીજેન્ડર માટે હેડલેમ્પની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે – સ્પલિટ કેડ એલઇડી હેડલેમ્પ વોટરફોલ એલઇડી લાઇન ગાઇડ સિગ્નેચરની સાથે સર્વશ્રેષ્ઠ પ્રકાશ સુનિશ્ચિત કરે છે. તેની આગળનો કર્વ મજબૂતાઇથી આગળ વધવામાં મદદ કરે છે અને સ્લીક તથા કૂલ થીમની સાથે વિશિષ્ટતાની એક સમજ સુનિશ્ચિત કરવા માટે લીજેન્ડર બાહ્ય ખાસિયતો પણ ધરાવે છે. તેમાં કેટમરેન શૈલીની આગળ અને પાછળના બમ્પર, પિયાનો બ્લેક એસેન્ટની સાથે શાર્પ અને સ્લીક ફ્રન્ટ ગ્રીલ, સિકવેન્શિયલ ટર્ન ઇન્ડિકેટર્સ અને 18 ઇંચ મલ્ટી લેયર્સ મશીન કટ ફિનિશ્ડ એલોય વ્હીલ સામેલ છે. લીજેન્ડરની આંતરિક ખાસિયતોમાં ડ્યુઅલ ટોન (બ્લેક અને મરૂન) ઇન્ટિરિયર થીમ, સ્ટિયરિંગ વ્હીલ અને કોન્સોલ બોક્સ માટે કેનટ્રાસ્ટ સિલાઇ, ઇન્ટિરિયર એમ્બિયન્ટ ઇલ્યુમિનેશન અને પાછળની સીટ ઉપર યુએસબી પોર્ટ સામેલ છે. તેના ઉપરાંત લીજેન્ડરમાં ઉચ્ચ સ્તરની ખાસિયતો સામેલ છે, જેમકે પાવર બેક ડોર માટે એક કિક સેન્સર અને વાયરલેસ સ્માર્ટ ફોન ચાર્જર. લીજેન્ડર માત્ર પર્લ વ્હાઇટ વીથ બ્લેક રૂફ (ડ્યુઅલ ટોનના આકર્ષક રંગમાં ઉપલબ્ધ છે).

બંન્ને કાર્સ વિશેષ સ્થિતિમાં પોઝિશન કરવામાં આવી છે, જેથી ગતિશીલ બજારની વિવિધતાપૂર્ણ જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. ફોર્ચ્યનર શક્તિ સાથે નેતૃત્વ પ્રદાન કરવામાં અગ્રેસર છે તો એક્સક્લુઝિવ નવી લીજેન્ડર સ્ટાઇલમાં શક્તિશાળી છે. આ બંન્ને બ્રાન્ડની ઉત્તમ ઉપસ્થિતિને મજબૂત કરે છે.

નવી ફોર્ચ્યુનરની રજૂઆત અંગે પોતાના વિચારો રજૂ કરતાં ટોયોટા મોટર કોર્પોરેશનના ચીફ એન્જિનિયર યોશિકી કોનિશીએ જણાવ્યું હતું કે, નવી ફોર્ચ્યુનરનો વિકાસ ગ્રાહકો તરફથી પ્રાપ્ત થયેલાં પ્રતિસાદો સાથે થયો છે. તેનો ઉદ્દેશ્ય વાહનની મજબૂતાઇ વિકસાવવાનો અને તેને શક્તિશાળી ઉપસ્થિતિ તેમજ વિશિષ્ટતા પ્રદાન કરવાનો છે, જે બીજા કોઇની પાસે ન હોય. અમે બાહ્ય દેખાવની સાથે-સાથે એન્જિનને પણ ઉન્નત બનાવ્યું છે. નવું હેવી ડ્યુટી ટર્બો રજૂ કર્યું છે, જે શક્તિશાળી પ્રદર્શન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે કાર્યક્ષમ છે. તેના પરિણામે ફોર્ચ્યુનર ઓટોમેટિકથી હવે 500 એનએમ ટોર્ક મળે છે અને તે પોતાના વર્ગમાં સર્વશ્રેષ્ઠ છે.

લીજેન્ડર માટે અમે લોકોની ડિઝાઇનની જરૂરિયાત અને શૈલીમાં વિશિષ્ટતા રજૂ કરી છે. તે ચોક્કસપણ વધુ આકર્ષક અને આધુનિક છે. તે સાચા અર્થમાં પ્રીમિયમ અને ઉત્તમ આઉટલુક આપે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો આ ખાસિયતોને પસંદ કરશે, જેને અમે ભારતીય બજાર માટે વિશેષ પ્રકારે રજૂ કરી છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ટીકેએમના મેનેજિંગ ડાયરેક્ટર મસાકાજુ યોશિમુરાએ જણાવ્યું હતું કે, એક દાયકાથી પણ વધુ સમયથી ફોર્ચ્યુનરે સાબિત કર્યું છે કે તે સૌથી વિશ્વસનીય એસયુવી છે અને દેશના દરેક પ્રદેશોમાં ગ્રાહકોની સર્વોચ્ચ પસંદ બની છે. અર્થવ્યવસ્થા ઉપર મહામારીના પ્રભાવ વચ્ચે પણ ફોર્ચ્યુનરની માગમાં વધારો થયો છે. આથી મને ભારતમાં વિશ્વસનીય ગ્રાહકોના સતત વધતા આધાર માટે નવી ફોર્ચ્યુનર અને લીજેન્ડરની રજૂઆત કરતાં ખુશી અનુભવાય છે. મને વિશ્વાસ છે કે નવી ફોર્ચ્યુનર અને એક્સક્લુઝિવ નવી લીજેન્ડર પોતાની બોલ્ડ સ્ટાઇલિંગ, ઉન્નત ખાસિયતો અને મજબૂત ફ્રેમની સંરચના સાથે મૂલ્ય, વિવિધતા અને ઉત્કૃષ્ટતા રજૂ કરશે તથા ઘણાં પ્રવર્તમાન ગ્રાહકોને અપગ્રેડ કરવા માટે આકર્ષિત કરશે. આમ ટોયોટા પરિવારમાં ગ્રાહકોનો નવો સમૂહ આવશે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ટીકેએમના વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં પોતાના ગ્રાહકો માટે નવી ફોર્ચ્યુનર અને લીજેન્ડરની રજૂઆત કરતાં ખુશ છીએ. લીજેન્ડરની સાથે ફોર્ચ્યુનરની શ્રેણીથી અમારા ગ્રાહકોની વધતી અપેક્ષાઓની જાણકારી મળે છે, જેઓ સ્ટાઇલ, આરામ અને ઉત્તમ પર્ફોર્મન્સ ઇચ્છે છે. અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે અમે તેમની અપેક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાની સાથે-સાથે નવી ફોર્ચ્યુનર અને લીજેન્ડરની રજૂઆત કરતાં તેનાથી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. નવી ફોર્ચ્યુનર અને લીજેન્ડરમાં એક નવી ખાસિયત સામેલ કરવામાં આવી છે, જે કનેક્ટેડ ટેક્નોલોજી છે. તે મનની શાંતિ માટે જિયો ફેસિંગ, રીયલ ટાઇમ ટ્રેકિંગ, પાર્કિગમાં મદદરૂપ બનતી ખાસિયતો ધરાવે છે. વધુ સુવિધા પ્રદાન કરવા માટે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો-એપ્પલ કારપ્લે કનેક્ટિવિટી ધરાવે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહક નવી ખાસિયતોની મજા માણશે અને ભારતની સૌથી લોકપ્રિય એસયુવીમાં વિશ્વાસ જાળવી રાખશે. અમે અમારી નવી રજૂઆતો માટે દેશના ટીયર 1, 2 અને 3 બજારોમાં સારી માગની આશા રાખીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.