નવી રેન્જ રોવર ઇવોક ભારતમાં રૂ. 64.12 લાખની કિંમતે મુકવામાં આવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ 53

મુંબઇ: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ ભારતમાં નવી રેન્જ રોવર ઇવોકની ડિલીવરીનો પ્રારંભ કર્યો હોવાની આજે જાહેરાત કરી છે. નવી ઇવોક R-ડાયનામિક SE ટ્રીમ ઇન્જેનિયમ 2.0 l પેટ્રોલમાં અને 2.0. I ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. 2.0 l પેટ્રોલ એન્જિન 184 KW અને 365 Nm ટોર્ક ડિલીવર કરે છે અને 2.0 l ડીઝલ એન્જિન 150 kW અને 430 Nm ટોર્કે ડિલીવર કરે છે. નવી રેન્જ રોવરની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત રૂ. 64.12 લાખથી શરૂ થાય છે.

જેગુઆર લેન્ડ રોવરના પ્રેસિડન્ટ અને મેનજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું હતુ કે, “રેન્જ રોવર ઇવોકે તેની વિશિષ્ટ, આધુનિકતા અને સુંદર ડિઝાઇન સાથે લોકોને આકર્ષ્યા છે. નવા ઇન્ટેરિયર કલરવે અને તાજેતરની લેન્ડ રોવર ટેકનોલોજીઝની રજૂઆત સાથે નવી ઇવોકના સ્ટાઇલ હિસ્સાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે અને નવી ઇન્જિનિયમ પાવરટ્રેઇન્સ તેને વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ બનાવે છે.”

નવી રેન્જ રોવર ઇવોક આકર્ષક ફીચર્સ જેમ કે 3D સરાઉન્ડ કેમેરા, કેબિન એર આયોનાઇઝેશન સાથે PM2.5 ફીલ્ટર, વાયરલેસ ચાર્જીંગની સાથે ફોન સિગ્ન બૂસ્ટર અને નવી પિવી પ્રો ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ધરાવે છે.

નવી રેન્જ રોવર ઇવોક વિશે વધુ જાણવા માટે કૃપા કરીને મુલાકાત લોઃwww.landrover.in.
ભારતમાં લેન્ડ રોવર પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં લેન્ડ રોવરની રેન્જમાં New Range Rover Evoque ( રૂ. 64.12 લાખથી શરૂ), Discovery Sport (રૂ. 65.30 લાખથી શરૂ), Range Rover Velar (રૂ. 79.87 લાખથી શરૂ), Defender 110 (રૂ. 83.38 લાખથી શરૂ),Range Rover Sport (રૂ. 91.27 લાખથી શરૂ) અને Range Rover (રૂ. 210.82 લાખથી શરૂ) થાય છે. દર્શાવવામાં આવેલી તમામ કિંમત એક્સ શોરૂમની છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 24 શહેરોમાં 28 ઓથોરાઇઝ્ડ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે જેમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.
-ENDS-
નોંધઃ રેન્જ રોવર ઇવોકની તસવીરો કે જે આ યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવી તે ફક્ત રજૂઆત માટે જ છે. ભારતમાં ઉપલબ્ધ ખરેખર એસેસરીઝ, ફીચર્સ વગેરે અલગ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.