સુપ્રસિદ્ધ સેલ્ટોસે માત્ર 46 મહિનાઓમાં 5 લાખ વેચાણનો સીમાસ્તંભ પાર કર્યો
નવી દિલ્હી: સેલ્ટોસ, ભારતની સૌથી પસંદગી ધરાવતી SUV અને કીઆ ઇન્ડિયાની પ્રથમ અને બેસ્ટ-સેલિંગ પ્રિમિયમ SUVએ તેના લોન્ચથી માત્ર 46 મહિનાઓમાં 5 લાખ વેચાણનો સીમાસ્તંભ પાર કરી લીધો છે. એક આઇકનિક બ્રાન્ડ અને ઓરિજનલ ‘બડાસ‘ કે જેણે ઓગસ્ટ 2019માં કીઆના ભારતના આગમન સાથે તેની સફરની શરૂઆત કરીને નવીન આવિષ્કાર કર્યો છે અને SUV સેગમેન્ટ માટે જબરજસ્ત મૂલ્ય ઉજાગર કર્યુ છે. તે પોતાના સેગમેન્ટના પ્રથમ ફિચર્સ, વધુ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ, ક્લાસ-લીડિંગ કનેક્ટિવિટી અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે ભારતની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે ગર્વનો સ્રોત બની છે.
કીઆ ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી તાઇ-જિન પાર્કે જણાવ્યું હતું કે, “સેલ્ટોસની સફળતા ઉત્કૃષ્ટતાની ઉજવણી છે, જે અદમ્ય માનવ સ્વભાવને અનુરૂપ છે, જે સર્વશ્રેષ્ઠથી ઓછી કોઇપણ બાબતથી સંતોષ મેળવવાનો ઇનકાર કરે છે. આ બાબત જ્યારે જૂસ્સો અને નવીન શોધખોળ તથા સપનાઓ અને વાસ્તવિકતાઓનો સંગમ થાય ત્યારે શું શક્ય બની શકે છે તેનું નિદર્શન કરે છે. સેલ્ટોસના સ્વરૂપમાં, એક ક્રાંતિકારી ડ્રાઇવિંગ સાથીનો આવિષ્કાર થયો છે જેણે 5,00,000થી વધારે મૂલ્યવાન ગ્રાહકોના હૃદયમાં જગ્યા મેળવી છે અને તેમનું સન્માન પ્રાપ્ત કર્યુ છે. સેલ્ટોસની અદભૂત સફળના સાક્ષી તરીકે આ અમારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે, જેણે સાહસપૂર્ણ ન્યૂ કમરમાંથી બડાસેરીના આઇકનિક ચિહ્ન તરીકે ઉભરી આવી છે.”
તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, “2023ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આશરે 27,159 યુનિટ્સના કુલ વેચાણ સાથે સેલ્ટોસે સેગમેન્ટમાં અસંખ્ય નવા આગમનોની વચ્ચે પણ માસિક સરેરાશ 9000થી વધારે યુનિટ્સનું વેચાણ ચાલુ રાખ્યુ છે.”
ચાર વર્ષ પહેલા સેલ્ટોસની ભવ્ય રજૂઆત સાથે વૈશ્વિક શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રિમિયમ ડ્રાઇવિંગ અનુભવનો વિકલ્પ શોધી રહેલા સમજદાર અને દૂરંદેશિતા ધરાવતાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ડિઝાઇન થયેલી છે. દૂરંદેશી ‘મેક ઇન ઇન્ડિયા, ફોર ધ વર્લ્ડ‘ પહેલમાંથી ઉદભવેલી સેલ્ટોસે SUV સેગમેન્ટમાં પોતાનુ નામ ખૂબ જ ઝડપથી ગેમ-ચેન્જર તરીકે પ્રસ્થાપિત કર્યુ છે, જે પોતાની અદ્રિતીય ડિઝાઇનનના સમન્વય, પરફોર્મન્સ અને ટેક્નોલોજી સાથે બજારમાં નવી ક્રાંતિ ફેલાઇ રહી છે. તેણે ગ્રાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને તેમનો ભરોસો જીતીને દેશમાં સૌથી વિશ્વસનીય ઓટોમોટિવ બ્રાન્ડ પૈકીની ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ બની ગઇ છે.