સૌપ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ એસયુવી જેગુઆર I-PACE નું ભારતીય દરિયાકિનારે ઉતરાણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (બીઇવી)માં સૌપ્રથ વખત ઝંપલાવીને I-PACE નું ઉત્પાદન કર્યુ છે જે ભારતમાં લોન્ચ થવામાં બહુ થોડા કદમ દૂર છે. ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ એસયુવીનું પ્રથમ યુનિટ વિસ્તરિત પરીક્ષણ અને દેશભરમાં માન્યતા માટે મુંબઇ નજીક જેએનપીટી પર આવી પહોંચ્યુ છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યુ હતુ કે, “ભારતમાં સૌપ્રથમ જેગુઆર I-PACE ના ચિત્રો સાથે શેર કરતા ખુશી અનુભવીએ છીએ. I-PACE એ જેગુઆર લેન્ડ રોવરની ભારતમાં યાત્રામાં એક નોધપાત્ર સીમાચિહ્ન છે કેમ કે અમે ઇલેક્ટ્રિફાઇડ ભવિષ્ય માટે સજ્જ થઇ રહ્યા છીએ.”

ભારતમાં પ્રથમ જેગુઆર આકર્ષક ફાયરેન્ઝ રેડ ફિનીશમાં છે અને ટોપ ઓફ ળિન HSE વેરિયાંટ છે. 90 90 kWhની લિથીયમ બેટરીથી સજ્જ I-PACE 294 kW અને 696 Nm ટોર્ક પેદા કરે છે , જે ફક્ત 4.8 સેકંડમાં પ્રતિકલાક 0-100ની ગતિ પકડી લે છે.

તેનાથી ડેબ્યૂથી લઇને અત્યાર સુધીમાં I-PACEએ અનેક પ્રશંસાઓ અને 80 વૈશ્વિક એવોર્ડ્ઝ પ્રાપ્ત કર્યા છે, જેમાં 2019માં પ્રાપ્ત કરેલા પ્રતિષ્ઠિત વર્ડ કાર ઓફ ધ યર, વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર અ વર્લ્ડ ગ્રીન કાર એવોર્ડનો સમાવેશ થાય છે. એવોર્ડઝના 15 વર્ષના તિહાસમાં એક સાથે વર્લ્ડ કાર ટાઇટલ્સ જીતનાર આ સૌપ્રથમ વ્હિકલ છે, જે શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક લક્ઝરી એસયુવી તરીકેના દરજ્જાને વેગ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.