ટૂંક સમયમાં ભારતના માર્ગો ઉપર દોડશે ટેસ્લાની ઈ-કાર, આ રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

શિવસેના નેતા અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ જણાવ્યું છે કે, તેણે ઈલોન મસ્કને પોતાના રાજ્યમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. ઈલોન મસ્ક ઈલેકટ્રીક કાર કંપની ટેસ્કના સંસ્થાપક છે. આદિત્ય ઠાકરેએ આ અંગે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે.

ઠાકરેએ આ વાત ઉપર મુક્યો ભાર

તેણે ટ્વિટમાં કહ્યું છે કે, ટેસ્લાને મહારાષ્ટ્રમાં બોલાવવા માટે ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સુભાષ દેસાઈની સાથે વીડિયો કોલ ઉપર મસ્ક અંગે વાત કરી હતી. ઠાકરેએ આ વાત ઉપર પણ ભાર મુક્યો છે કે, મહારાષ્ટ્ર સરકાર નીતિઓને આગળ વધારતા સતત વિકાસ માટે કામ કરી રહી છે. ઠાકરેએ આ અંગે ટ્વિટના રિપ્લાઈમાં ઈલોન મસ્કને લખ્યું હતું કે, આવતા વર્ષે પાકું. તેણે આ ટ્વિટની સાથે ટી-શર્ટનો એક ફોટો પણ શેર કર્યો છે. જેના ઉપર લખ્યું છે કે India wants Tesla. તેને રાહ જોવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો.

આવતા વર્ષે ભારતમાં આવી શકે છે ટેસ્લા

આ મહિનાની શરૂઆતમાં ટેસ્લા ઈન્કના સીઈઓ ઈલોન મસ્કે ઈશારો કર્યો હતો કે, તેની કંપની 2021 સુધીમાં ભારતીય બજારમાં ઉતરી શકે છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રી તેવા સમયે થવાની છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈલેકટ્રોનિક વાહનોનો ઉપયોગ અને મેન્યુફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ રીતે ફોકસ કરી રહી છે.

ઓટો સેક્ટરની સ્થિતિ ખરાબ

વિતેલા વર્ષમાં ઈન્ડિયન ઓટો સેક્ટરની હાલત ખરાબ રહી છે. માંગમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તે બાદ કોરોના વાયરસ મહામારીએ કાર નિર્માતા કંપનીઓની કમરતોડી નાંખી છે. હવે આ કંપનીઓ વેચાણ વધારવા માટે સરકાર પાસે મદદની આશા રાખી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.