ટેક્નોએ વિશ્વભરમાં જાણીતા અભિનેતા ક્રિસ ઇવાંસને પોતાના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેક્નોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિસ ઇવાંસ મે મહિનામાં ટેક્નોના છઠ્ઠા પ્રોડક્ટના ઓનલાઇન લોંચિંગ કાર્યક્રમમાં સામેલ થશે અને ત્યારબાદ વિશ્વભરમાં પ્રોડક્ટનું કેમ્પેઇનિંગ કરશે

વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ આજે વિશ્વભરમાં જાણીતા અભિનેતા ક્રિસ ઇવાંસની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની ભાગીદારી કરવાની જાહેરાત કરી છે. માર્વેલ યુનિવર્સ સીરિઝની ફિલ્મોમાં કેપ્ટન અમેરિકા તરીકે દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેતા ક્રિસ ઇવાંસમાં એવાં ઘણાં ગુણ અને ખાસિયતો છે, જે ટેક્નો બ્રાન્ડ સાથે સુસંગત છે. તેમાં વિશેષ કરીને ટેક્નોની ‘સ્ટોપ એટ નથિંગ’ બ્રાન્ડ ફિલસૂફી છે, જેનો ઉદ્દેશ્ય હંમેશા લોકોના દિલમાં જવાન રહેવું અને હંમેશા સર્વેશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરવાનો છે.

ટેક્નોની સાથે ભાગીદારી અંગે વાત કરતાં ક્રિસ ઇવાંસે જણાવ્યું હતું કે, “હું ટેક્નો સાથે ભાગીદારી કરતાં ઘણો ખુશ છું. આ એક ઇનોવેટિવ સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે ઉભરતાં બજારોમાં ગ્રાહકોને નવીનતમ સ્માર્ટફોન તકનીક પ્રદાન કરે છે. ભલે તે કોઇનો ફોન કોલ હોય કે જેને તમે અપાર પ્રેમ કરતાં હોવ કે પછી તમારી યાદગાર ફોટો હોય, તેના કેન્દ્રમાં સ્માર્ટફોન ટેક્નોલોજી છે. આવી જબરદસ્ત બ્રાન્ડની સાથે કામ કરવું ખરા અર્થમાં પ્રેરણાદાયક છે, જે લોકોને બજારમાં વધુ સંભાવનાઓ તપાસવા માટે પ્રોત્સાહિત કરે છે અને કોઇપણ પ્રકારની બાંધછોડ કરતી નથી.”

ટેક્નો મોબાઇલના જનરલ મેનેજર સ્ટીફન હા એ જણાવ્યું હતું કે, “ટેક્નો લોકોને ઉત્તમ ટેક્નોલોજી પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. તે ગ્રાહકોને પોતાની વર્તમાન સીમિત ક્ષમતાઓથી આગળ વધીને સંભાવનાઓની નવી દુનિયા શોધવા માટે સક્ષમ બનાવે છે. ક્રિસ ઇવાંસ ટેક્નો બ્રાન્ડના આદર્શ વાક્ય યંગ એટ હાર્ટ અને સર્વશ્રેષ્ઠતાની શોધનું પ્રતિક છે. તેની સાથેની ભાગીદારી વિશ્વમાં ટેક્નોના સતત વિસ્તારને બળ આપશે. તેનાથી બ્રાન્ડની અપગ્રેડેડ પ્રોડક્ટ ડિઝાઇનને ઉભારવામાં મદદ મળશે, જે ફેશન દુનિયામાં સતત ઝડપથી વધી રહ્યું છે. તે ઉર્જાવાન છે અને બીજી કંપનીઓને મોબાઇલ ટેક્નોલોજીની દિશામાં નવો માર્ગ ચિંધે છે. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી અમારા ગ્રાહકોના વર્તમાન આધારને આગળ વધારવાની તક પ્રદાન કરશે. આ અમારા બ્રાન્ડને ગ્લોબલાઇઝેશનની દિશામાં આગળ ધપાવવા માટે સક્ષમ બનાવશે.”

માન્ચેસ્ટર સિટી ફુટબોલ ક્લબની સાથે ભાગીદારી બાદ ક્રિસ ઇવાંસની સાથે જોડાણ ટેક્નો માટે વધુ એક સીમાચિહ્ન બની રહેશે. તે ટેક્નોની વૈશ્વિક બ્રાન્ડને અપગ્રેડ કરવાના વ્યૂહનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કલાત્મક ડિઝાઇનમાં ઉત્તમ સમકાલીન ટેક્નોલોજી સામેલ કરવાનો છે. ટેક્નોએ વિશ્વભરના ઉભરતાં બજારોમાં ઇનોવેશન, ટેક્નોલોજી અને કલાત્મક પ્રગતિના માધ્યમથી યુવા પેઢીના ગ્રાહકોની સેવા કરી છે.

ક્રિસ ઇવાંસ 6 મેના રોજ લોંચ થનારા ટેક્નો કેમોન 17ના લોચિંગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. તેઓ ઉભરતાં બજારોમાં ટેક્નોના બ્રાન્ડ કેમ્પેઇનમાં પણ જોવા મળશે. તેઓ 6મેના રોજ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પણ દરેક સાથે સામેલ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.