ટેક્નોએ 48 એમપી ટ્રિપલ રિયર કેમેરા અને પાવરફુલ હેલિયો જી80 પ્રોસેસર સાથે સ્પાર્ક 7 પ્રો રૂ. 9,999ની શરૂઆતી કિંમતે લોંચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ આજે તેની ઓલ-રાઉન્ડ સ્પાર્ક 7 સિરિઝનું વિસ્તરણ કરતાં ઓલ-ન્યુ સ્પાર્ક 7 પ્રો લોંચ કરવાની જાહેરાત કરી છે. તેના 1 કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરતાં સ્પાર્ક 7 પ્રો ટેક્નોલોજીમાં રસ ધરાવતા ભારતના યુવાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે હાઇ-એન્ડ કેમેરા ક્વોલિટી, મજબૂત પર્ફોર્મન્સ અને બેસ્ટ-ઇન-ક્લાસ ડિઝાઇન જેવી યુઝર્સની તમામ જરૂરિયાતો માટે આદર્શ છે. ટેક્નો સ્પાર્ક 7 પ્રો 48 એમપી એઆઇ ટ્રિપલ રિયર કેમેરાથી સજ્જ હોવાની સાથે ક્વાડ ફ્લેશ તથા 2K રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. તેનો 180 એચઝેડ ટચ સેમ્પલિંગ રેટ અને 90 એચઝેડ રિફ્રેશ રેટ સાથે પાવરફુલ હેલિયો જી80 પ્રોસેર એકંદરે સ્માર્ટફોનનો સરળ અનુભવ પ્રદાન કરે છે.
હાલમાં ચાલી રહેલાં નિયો-નોર્મલ વચ્ચે સમગ્ર ભારતના ગ્રાહકોની તેમની મોટીભાગની દૈનિક પ્રોફેશનલ અને વ્યક્તિગત જરૂરિયાત માટે સ્માર્ટફોન ઉપરની નિર્ભરતા વધી રહી છે. બિગ 6.6 ઇંચ એચડી પ્લસ ડોટ ઇન ડિસ્પ્લે સાથે મજબૂત 5000 એમએએચ બેટરી સાથે સ્પાર્ક 7 પ્રો ગ્રાહકોને લાંબા સમય માટે સરળ અને અનુકૂળ વ્યૂઇંગ અનુભવ માટે સક્ષમ બનાવશે. બ્રાન્ડના સ્ટોપ એટ નથિંગ ખ્યાલ સાથે સુસંગત ટેક્નો સ્પાર્ક 7 પ્રો ભારતીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ડિલિવર કરી રહી છે, જેના પરિણામે બ્રાન્ડને ભારતમાં 5-10 હજારના સેગમેન્ટમાં ટોચની 5 હેન્ડસેટ કંપનીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં પણ મદદ મળી છે.
ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજિત તાલાપાત્રએ આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોતાની કામગીરીની શરૂઆતથી જ ટેક્નોની ઓફરિંગ્સ અને પહેલથી તેના ગ્રાહકો વચ્ચે વાસ્તવિક મૂલ્ય પેદા કરવાની કટીબદ્ધતાને બળ મળ્યું છે. તે ભારતમાં 1 કરોડથી વધુ ગ્રાહકોના સીમાચિહ્નમાં પ્રદર્શિત થાય છે. ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરતાં નવી સ્પાર્ક 7 પ્રો સ્માર્ટફોન ન્યુ-એજ મલ્ટી-ટાસ્કિંગ યુઝર્સ તેમજ વાજબી કિંમતે બિગ ડિસ્પ્લે, ઉત્તમ કેમેરા પર્ફોર્મન્સ અને પાવરફુલ પ્રોસેસર દ્વારા પ્રો-લેવર ગેમર્સની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
Model Special Launch Price Effective Price after 10% SBI bank offer
SPARK 7 Pro (4+64GB) INR 9999 INR 8999
SPARK 7 Pro (6+64GB) INR 10999 INR 9900

સ્પાર્ક 7 પ્રોની વિશેષતાઓઃ
• 48 એમપી એઆઇ ટ્રિપલ રિયર કેમેરા સાથે સુપર નાઇટ શોટ

સ્પાર્ક પોર્ટફોલિયોમાં પ્રથમવાર સ્પાર્ક 7 પ્રો 48 એમપી એચડી રિયર કેમેરા, એઆઇ કેમેરા અને 24 એમપી ડેપ્થ કેમેરાથી સજ્જ છે. તે દિવસ અને રાત્રીના સમયે યુઝર્સને આકર્ષક ઇમેજીસ અને વિડિયો શુટ કરવામાં મદદરૂપ બને છે. તેમાં 240 એફપીએસ સ્લો-મોશન શુટિંગ યુઝર્સને પરફેક્ટ એક્શન શોટ માટે સ્મૂધ મૂવમેન્ટ્સ કેપ્ચર કરવામાં મદદરૂપ બને છે.
ટેક્નો સ્પાર્ક 7 પ્રોમાં રેકોર્ડિંગની વાત કરીએ તો ટ્રિપલ રિયર કેમેરા વિડિયો બોકેહ, એઆઇ વિડિયો બ્યુટી, 2કે ક્યુએચડી રેકોર્ડિંગ, શોર્ટ વિડિયો તથા બીજા ઘણાં વિડિયો મોડ યુઝર્સને પાવરફુલ અને પ્રોફેશ્નલ ગ્રેડ વિડિયો કેપ્ચર કરવા માટે સક્ષમ બનાવે છે. ટાઇમ લેપ્સ મોડ, સ્માઇલ શોટ, સુપર નાઇટ મોડ, નાઇટ પોટ્રેટ, આઇ ઓટો-ફોકસ, ક્વાડ ફ્લેશ દ્વારા સ્માર્ટફોન ફોટોગ્રાફીનો અનુભવ વધુ ઉન્નત બને છે.
• બિગ 6.6 ડોટ-ઇન ડિસ્પ્લે સાથે સારા ટચ માટે 180 એચઝેડ ટચ સેમ્પલિંગ રેટ

ટેક્નો સ્પાર્ક 7 પ્રો 6.6 ઇંચ એચડી પ્લસ ડોટ ઇન આઇપીએસ ડિસ્પ્લે સાથે 720X1600 એચડી પ્લસ રિઝોલ્યુશન ધરાવે છે. તેનો 89 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો, 20:9 આસ્પેક્ટ રેશિયો અને 450 નિટ્સ બ્રાઇટનેસ દ્વારા યુઝર્સ વાઇબ્રન્ટ વ્યૂઇંગ એક્સપિરિયન્સ પ્રાપ્ત કરી શકે છે. તે ગેમિંગ માટે સારા ટચ ઇનપુટ માટે તેનો 180 એચઝેડ ટચ સેમ્પલિંગ રેટ તેમજ સ્મૂધ ડિસ્પ્લે, સુપર સ્મૂધ બ્રાઉઝિંગ અને વિડિયો એક્સપિરિયન્સ માટે 90 એચઝેડ રિફ્રેશ રેટ પણ ધરાવે છે.
ટેક્નો સ્પાર્ક 7 પ્રોએ હાથમાં પરફેક્ટ ગ્રિપ માટે ડિઝાઇનને વધુ સરળ બનાવી છે. તેના અલ્ટ્રા હાઇ પ્રિસિઝન સાથે લેસર મોડ એન્ગ્રેવિંગ, ગ્લોઇંગ સ્લિક-લાઇક ફ્લોઇંગ ઓપ્ટિકલ મેટલ ટેક્ષચર, વર્ટિકલ સ્પ્લિટ ડિઝાઇન અને થ્રી-ડાઇમેન્શનલ એસ્થેટિક્સ સ્માર્ટફોનને પ્રીમિયમ લૂક અને ફીલ પ્રદાન કરે છે.
• હાઇ-પર્ફોર્મન્સ હેલિયો જી80 ગેમિંગ પ્રોસેસર

ટેક્નો સ્પાર્ક 7 પ્રો પાવરફુલ મીડિયા ટેક હેલિયો જી80 પ્રોસેસર સાથે ઉત્તમ ગેમિંગ અનુભવ માટે મહત્તમ બેટરી લાઇફ ધરાવે છે. ઇનોવેટિવ ડાયનામિક, હાઇપર એન્જિન અને રિસોર્સ મેનેજમેન્ટ ટેક્નોલોજી સાથે તે ઝડપી રિસ્પોન્સ અને ફ્રેમ રેટ્સ ક્રિએટ કરે છે. તેના પરિણામે સાતત્યપૂર્ણ અને વિશ્વસનીય કનેક્ટિવિટી હાંસલ કરી શકાય છે તેમજ સ્માર્ટફોનનો અવિરત અનુભવ પ્રાપ્ત કરી શકાય છે.
• 8 એમપી સેલ્ફી કેમેરા સાથે ડ્યુઅલ ફ્રન્ટ ફ્લેશ

આ સ્માર્ટફોન 8 એમપી ફ્રન્ટ કેમેરા સાથે એફ-2.0 અપાર્ચર અને ડ્યુઅલ એડજસ્ટેબલ ફ્લેશલાઇટથી સજ્જ છે, જેનાથી ઓછા પ્રકારમાં પણ પરફેક્ટ સેલ્ફી ક્લિક કરી શકાય છે. સ્માર્ટફોનમાં એઆઇ પોટ્રેટ મોડ શાર્પ, પ્રોફેશ્નલ ગ્રેડ ઇમેજ ક્લિક કરવા માટે 8 એમપી ફ્રન્ટ કેમેરા ઉપયોગી છે. સ્પાર્ક સિરિઝમાં સ્પાર્ક 7 પ્રો પ્રથમ સ્માર્ટફોન છે કે જે આઇ-ટ્રેકિંગ ઓટોફોકસ, સ્માઇલ શોટ અને ટાઇમ પેલ્સ ઓફર કરે છે, જેના પરિણામે યુઝર્સ પરફેક્ટ શોટ કેપ્ચર કરી શકે છે. તે ટાઇમ-લેપ્સ, સ્માઇલ-શોટ, સુપર નાઇટ મોડ, વિડિયો બોકેહ અને 2K રેકોર્ડિંગ જેવા બીજા પ્રોફેશ્નલ મોડ પણ ધરાવે છે, જેથી સેલ્ફીના અનુભવમાં વધારો કરી શકાય.
• વધુ સ્ટોરેજ અને કલર વેરિઅન્ટ્સ

સ્પાર્ક 7 પ્રો બે સ્ટોરેજ વેરિઅન્ટ્સ – વિશિષ્ટ લોંચ ઓફર પ્રાઇઝ રૂ. 9,999ની કિંમતમાં 4જીબી + 64જીબી તેમજરૂ. 10,999ની કિંમતે 6જીબી + 64જીબીમાં ઉપલબ્ધ બનશે. તે ત્રણ કલર વેરિઅન્ટ્સ – આલ્પ્સ બ્લુ, સ્પ્રુસ ગ્રીન અને મેગ્નેટ બ્લેકમાં ઉપલબ્ધ બનશે.
• બિગ 5,000 એમએએચ પાવરફુલ બેટરી સાથે લાંબો સ્ટેન્ડબાય ટાઇમ

સ્પાર્ક 7 પ્રો બિગ 5000 એમએએચ બેટરી ધરાવે છે, જે 34 દિવસ સુધીનો સ્ટેન્ડબાય, 35 કલાક કોલિંગ ટાઇમ, 14 કલાક વેબ બ્રાઉઝિંગ, 7 દિવસ મ્યુઝિક પ્લેબેક, 15 કલાક ગેમ પ્લેઇંગ અને 23 કલાક વિડિયો પ્લેબેક પ્રદાન કરે છે. તેની બિગ બેટરી એઆઇ પાવર સેવિંગ, ફુલ ચાર્જ એલર્ટ અને ઓટોમેટિક પાવર કટ જેવાં બીજા એઆઇ ફીચર્સ પણ ધરાવે છે, જેથી ફોનને ઓવરચાર્જિંગ થતાં રોકી શકાય.
• ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સિક્યુરિટી

ટેક્નો સ્પાર્ક 7 પ્રો ઇન-બિલ્ટ સાથે ફેસ અનલોક 2.0 અને સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે, જે યુઝરના ડેટા અને ગોપનિયતાને સુરક્ષિત રાખે છે. ફેસ અનલોક 2.0 ક્લોઝ્ડ આઇ પ્રોટેક્શન અને લાઇટમાં સ્ક્રીન ફીલ સક્ષમ બનાવે છે. સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ફોનને માત્ર 0.12 સેકંડ્સમાં અનલોક કરે છે તેમજ કોલ રિસિલ કરવા, ફોટો ક્લિક કરવા અને એલાર્મ નકારવા યુઝર્સને સક્ષમ બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.