ટાટો મોટર્સએ યોધા 2.0, ઇન્ટ્રા V20 બાઇ-ફ્યૂઅલ અને ઇન્ટ્રા V50 સાથે પિકઅપ્સમાં નવા માપદંડો સ્થાપિત કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલની ઉત્પાદક ટાટા મોટર્સએ યોધા 2.0, ઇન્ટ્રા V20 બાઇ ફ્યૂઅલ અને ઇન્ટ્રા V50 લોન્ચ કરવાની સાથે ઝડપથી વિકસતા પિકઅપ સેગમેન્ટમાં નવા માપદંડો નિર્ધારિત કર્યા છે. આ મજબૂત અને ટફ પિકઅપ્સ બોલ્ડ નવી ડિઝાઇન સાથે આવે છે અને ભારે લોડ-વહન ક્ષમતા, સૌથી મોટી ડેક લેન્થ, લાંબામાં લાંબી રેન્જ ઓફર કરે છે અને સુરક્ષિત અને આરામદાયક ડ્રાઇવ માટે વિવિધ આધુનિક આવશ્યક ફીચર્સથી સજ્જ છે. બહોળી કક્ષાના શહેરી અને ગ્રામિણ ઉપયોગ પૂરા પાડવા ડિઝાઇન અને રચના કરાયેલ યોધા 2.0, ઇન્ટ્રા V20 બાઇ-ફ્યૂઅલ અને ઇન્ટ્રા V50 ઝડપથી વિકસતા કૃષિ, પોલ્ટ્રી અને ડેરી ક્ષેત્ર માટેની તેમજ એફએમસીજી, ઇ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની વધી રહેલી ડિલીવરીની વિવિધ મોબિલીટી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઉત્તમ છે. આ પ્રત્યેક પિકઅપ્સ તેની કેટેગરીમાં માલિકીપણાનું સૌથી નીચુ ખર્ચ ઓફર કરે છે જેથી અમારા ગ્રાહકોને મહત્તમ નફાની કમાણી કરાવી શકાય. ટાટા મોટર્સએ ભારતના શ્રેષ્ઠ પિક અપ્સની દેશભરમાં ગ્રાહકોને 750મી ડિલીવરી આપીને તેના લોન્ચની જવણી કરી હતી.

અનેક રેન્જના પિકઅપ્સને લોન્ચ કરતા ટાટા મટોર્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી ગીરીશ વાઘએ જણાવ્યું હતુ કે, “અમારા નાના કોમર્શિયલ વ્હિકલ્સનું લાખ્ખો ગ્રાહકોને આજીવિકા પૂરી પાડવા માટે નવીનીકરણ કરવામાં આવ્યુ છે અને તેમને સફળતા મેળવવામાં આ સહાય કરે છે. બિઝનેસમાં વૃદ્ધિ અને વધુ સારા જીવન માટેની મહત્ત્વાકાંક્ષા જેમ નક્કર બને છે તેઓ અમારા પિકઅપ્સની નવી રેન્જમાં ઉમદા મેળાપીપણ શોધશે કેમ કે તેમની વિકસતી મહત્ત્વાકાંક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેનો ખાસ રીતે સહ-વિકાસ કરવામાં આવ્યો છે. આ પિકઅપ્સના દરેક પાસાને શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ પ્રકારના ઉપયોગોને અસરકારક રીતે સેવા આપવા માટે ઝીણવટપૂર્વક એન્જીનિયર કરવામાં આવ્યું છે. તે બોલ્ડ નવી ડિઝાઇન સાથે આવે છે અને ભારે કાર્ગો વહન કરવા માટે સૌથી વધુ પેલોડ ક્ષમતા; વિશાળ ડેકની લંબાઈ વિશાળ ભારે કાર્ગો વહન કરવા માટે; સૌથી વધુ શક્તિ અને વજન ગુણોત્તર, મહત્તમ અંતર પાર કરવા માટે સૌથી લાંબી શ્રેણી; અને તણાવમુક્ત ડ્રાઇવિંગ માટે આધુનિક સલામતી અને આરામ સુવિધાઓ પ્રદાન કરે છે. ભારતના સૌથી મોટા ડીલર અને સર્વિસ નેટવર્કના પીઠબળ સાથે સૌથી દૂરના સ્થાનો સુધી પહોંચવા માટે ઓલ-ટેરેન એક્સેસ સાથે, પિકઅપ્સની અમારી વ્યાપક શ્રેણી દ્વારા ઓફર કરાયેલ સર્વગ્રાહી મૂલ્ય દરખાસ્ત અજેય છે. આ નવા યુગની પિકઅપ્સની રજૂઆત શ્રેષ્ઠ વર્ગના વ્હિકલ્સ ગ્રાહકોને હંમેશા સશક્તિકરણ અને શ્રેષ્ઠ-સજ્જ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.”

મુખ્ય લક્ષણો – ટાટા યોધા 2.0
સૌથી વધુ રેટેડ પેલોડ: 2000kg
250Nm ટોર્ક સાથે 2.2L ડીઝલ એન્જિનથી સજ્જ
સૌથી ઊંચી કક્ષાની 30%ની ક્ષમતા
સુધારે મજબૂત દેખાવ સાથે મેટાલિક બમ્પર અને ફેન્ડર
યોધા 2.0 વર્ગમાં શ્રેષ્ઠ રોડ ક્ષમતા સાથે 2000કિગ્રાની પેલોડ ક્ષમતા ઓફર કરે છે
એકંદરે મજબૂતાઇ સાથે નવી યોધા 2.0 સખતમાં સખત ભૂપ્રદેશને સરળતાથી નાથી શકે છે, તેમજ સરળ અને ઝડપી કાર્ગોની દેશનમાં નિર્જન સ્થળોએ હેરફેરને ઝડપી બનાવે છે. યોધા 2.0માં સુધારેલા મજબૂત દેખાવ સાથે ટાટા સિગ્નેચર ‘ટ્રસ્ટ બાર’ અને સ્ટાઇલીશ ગ્રીલનો અન્ય ફંકશનલનો અપગ્રેડ્સનો અન્યો ઉપરાંત સમાવેશ થાય છે.

યોધા 1200, 1500 અને 1700 કિગ્રાના રેટેડ પેલોડ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જે 4×4 અને 4×2 કંફીગરેશન્સમાં આવે છે અને તે સિંગલ કેબ અને ક્રુ કેબ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે જે ગ્રાહકોને તેમના યોગ્ય મોડેલની પસંદગી અને તેમના વપરાશ માટે કેબ પ્રકાર પૂરો પાડે છે.
મુખ્ય લક્ષણો– ટાટા ઇન્ટ્રા V50
સૌથી વધુ રેટેડ પેલોડ:1500કિગ્રા
220Nm ટોર્ક સાથે 1.5L ડીઝલ એન્જિનથી સજ્જ
2960mmનું સૌથી લાંબા લોડ બોડી

ઇન્ટ્રા V50 સ્માર્ટ ઊંચો 1500કિગ્રાનો પેલોડ ક્ષમતા અને ડેકની સૌથી વધુ લંબાઇ ઓફર કરે છે
નવી ઇન્ટ્રા V50 આ સેગમેન્ટમાં નવા ફેરફારો નિર્ધારિત કરે છે જેમાં ઊંચી પેલોડ ક્ષમતા, અદ્યતન કેબિન કંફોર્ટ, સૌથી લાંબો લોડ ડેક અને શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ચિંતામુક્ત ભૂપ્રદેશ ઓપરેશન્સ માટે ઊંચા ગ્રાઉન્ડ ક્લિયરન્સનો સમાવેશ થાય છે.

ઇન્ટ્રા V20 ભારતની સૌપ્રથમ બાઇ-ફ્યૂઅલ પિકઅપ સાથે 1000કિગ્રા પેલોડ અને 600કિમીથી વધુની લાંબી રેન્જ ધરાવે છે
મુખ્ય લક્ષણો- ટાટા ઇન્ટ્રા V20 બાઇ-ફ્યૂઅલ
106Nm ટોર્ક સાથે 1.2Lબાઇ-ફ્યૂઅલ એન્જિનથી સજ્જ
બાઇ-ફ્યૂઅલ CV માટે સૌથી વધુ પેલોડ: 1000કિગ્રા
600કિમીની મહત્તમ શ્રેણી

ટાટા મોટર્સએ ઇન્ટ્રા V20ને પ્રદર્શિત કરી છે, જે દેશની સૌપ્રથમ બાઇ-ફ્યૂઅલ (CNG+પેટ્રોલ) કોમર્શિયલ વ્હિકલ સાથે 1000 કિગ્રાનો પેલોડ ઓફર કરે છે, જેમાં સાબિત થયેલી ઇન્ટ્રા V20 ક્ષમતાઓની સખ્તાઇ સાથે વધુ મૂલ્ય પવા માટે CNGના નીચા ઓપેરશન ખર્ચનો સમાવેશ કરે છે.

1 લાખથી વધુ ખુશ ગ્રાહકોની પસંદગીની પિકઅપ, ઇન્ટ્રા બહુવિધ એપ્લિકેશનો માટે આદર્શ છે. ટાટા મોટર્સની સફળ ‘પ્રીમિયમ ટફ’ ડિઝાઇન ફિલોસોફી પર બનેલ, ઇન્ટ્રા રેન્જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમ કે વૉકથ્રુ કેબિન, ડેશ-માઉન્ટેડ ગિયર લીવર અને તેમાં V10 અને V30 સ્પેક્સનો પણ સમાવેશ થાય છે જે તેને વિવિધ ઉપયોગો માટે સ્માર્ટ પિકઅપ પસંદગી બનાવે છે. વધુમાં, ગ્રાહક સેવા 2.0 પ્રોગ્રામ હેઠળ ઓફર કરવામાં આવતી શ્રેષ્ઠ-ઉદ્યોગમાં-વેચાણ પછી, ફાજલ વસ્તુઓની સરળ ઉપલબ્ધતા અને મૂલ્યવર્ધિત સેવાઓનો લાભ મેળવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે :
ટાટા ઝિપ્પી: 48 કલાક*ની અંદર સમસ્યાનું નિરાકરણ સાથે રિપેર ટાઈમ એશ્યોરન્સ પ્રોગ્રામ
ટાટા એલર્ટ: વોરંટી હેઠળના વાહનો માટે 24 કલાકની અંદર ખાતરીપૂર્વક સમસ્યાનું નિરાકરણ સાથે રોડ સાઇડ સહાય કાર્યક્રમ
ટાટા ગુરુ: સમગ્ર દેશમાં મરમ્મત અને સેવાઓ માટે રોડસાઇડ અને વર્કશોપ સહાય પૂરી પાડવા માટે 50,000+ પ્રશિક્ષિત ટેકનિશિયન
ટાટા બંધુ: એક અનોખી એપ કે જે જરૂરી હોય ત્યારે ટાટા ગુરુઓ સાથે સરળ જોડાણ માટે તમામ હિતધારકો – મિકેનિક્સ, ડ્રાઈવરો અને ફ્લીટ માલિકોને એક જ પ્લેટફોર્મ પર લાવે છે.
ભાવનાત્મક વાર્તા કહેવા દ્વારા પ્રેક્ષકોને જોડવા માટે 360-ડિગ્રી, રાષ્ટ્રીય મલ્ટીમીડિયા માર્કેટિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે નવા રજૂ કરાયેલા પિકઅપ્સના બહુવિધ પાસાઓ અને સુવિધાઓને જીવંત બનાવે છે. આ ઝુંબેશો અસરકારક રીતે વિવિધ પિકઅપ્સના મુખ્ય લક્ષણોની સાથે એન્જિનિયરિંગ પરાક્રમ, સેવા ઇકોસિસ્ટમ અને ટાટા મોટર્સ તેના ગ્રાહકો માટે લાવે છે તે ઍક્સેસની સરળતાઓને અસરકારક રીતે પ્રકાશિત કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.