ટાટા મોટર્સે આક્રમક પ્રાઈસિંગ સાથે નેક્સોન ઈવી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યોઃ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં નેક્સોન ઈવી લોન્ચનાં ત્રણ વર્ષની ઉજવણી કરતાં ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે કિંમતમાં ફેરફાર અને રેન્જ બહેતર બનાવવા સાથે ભારતની નં. 1 ઈવી નેક્સોન ઈવી પોર્ટફલિયોને વધુ મજબૂ બનાવ્યો હોવાની ઘોષણા કરી છે.
ડ્રાઈવિંગ અને યુસેજ શૈલી પરથી ભેગી કરાયેલી ઈનસાઈટ્સ સાથે નેક્સોન ઈવી મેક્સ વેરિયન્ટ્સમાં 25મી જાન્યુઆરી, 2023થી 453* કિમી (એમઆઈડીસી) સુધી બહેતર બનાવાયું છે. આ રેન્જ બહેતરી 15મી ફેબ્રુઆરી, 2023થી ડીલરશિપ્સ ખાતે સોફ્ટવેર અપગ્રેડ થકી વર્તમાન નેક્સોન ઈવી મેક્સના માલિકોને ઓફર કરાશે.

કંપનીએ આજે પોર્ટફોલિયોમાં ફીચર પેક્ડ નેક્સોન ઈવી મેક્સ એક્સએમ ટ્રિપ રજૂ કરી છે. રૂ. 16.49 લાખની આકર્ષક કિંમતે આ વેરિયન્ટ ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, i-VBAC સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી®), LED DRLs અને LED ટેઈલ લેમ્પ્સ સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, પુશ બટન સ્ટાર્ટ, ડિજિટલ ટીએફટી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટવોચ કનેક્ટિવિટી સાથે ઝેડકનેક્ટ કનેક્ટેડ કાર ટેક અને રિયર ડિસ્ક બ્રેક્સ સાથે સુસજ્જ છે.

ટોપ એન્ડ ટ્રિમ નેક્સોન ઈવી મેક્સ XZ+ લક્સની કિંમત રૂ. 18.49 લાખ કરવામાં આવી છે. XMના ફીચર્સ ઉપરાંત તેમાં વેન્ટિલેશન સાથે લેધરેટ સીટ્સ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, ઓટો ડિમિંગ આઈઆરવીએમ, કેબિન એર પ્યુરિફાયર, ઈલેક્ટ્રિક સનરૂફ, 8 સ્પીકર સાથે હરમન દ્વારા 17.78 સેમી ફ્લોટિંગ ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, 16 ઈંચ એલોય વ્હીલ્સ, હિલ ડિસન્ટ કંટ્રોલ, શાર્કફિન એન્ટીના વગેરે સાથે આવે છે.

નેક્સોન ઈવી પ્રાઈમ XM પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને LED DRLs, પુશ બટન સ્ટાર્ટ, ડિજિટલ ટીએફટી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રુઝ કંટ્રોલ, સ્માર્ટવોચ કનેક્ટિવિટી સાથે ઝેડકનેક્ટ કનેક્ટેડ કાર, હરમન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ સાથે આવે છે, જે હવે રૂ. 14.49 લાખમાં ઉપલબ્ધ થશે.

સંપૂર્ણ નેક્સોન ઈવી લાઈન-અપ બુકિંગ માટે તુરંત ખુલ્લી મુકાઈ છે. નવા વેરિયન્ટની ડિલિવરીઓ નેક્સોન ઈવી મેક્સ XM એપ્રિલ 2023થી શરૂ થશે.

નેક્સોન ઈવી પોર્ટફોલિયોમાં ફેરફાર વિશે બોલતાં ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસ સ્ટ્રેટેજીના હેડ શ્રી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ભારતની નં. 1 ઈવી નેક્સોન ઈવીએ તેનું ત્રીજું સફળ વર્ષ પૂર્ણ કર્યું છે. તે 40,000થી વધુ ગ્રાહકોનો પ્રેમ અને ભરોસો ધરાવે છે અને તેણે 600 મિલિયન કિલોમીટર આજ સુધી ડ્રાઈવ કર્યા છે. આ અવસરે અમે સક્ષમ પરિવહન દરેકને પહોંચક્ષમ બનાવવા વચનબદ્ધ છીએ અને આ નવા ફેરફાર તે દિશામાં મોટું પગલું છે. અમારી સ્માર્ટ એન્જિનિયરિંગ અને સરકારી પ્રોત્સાહનોથી અમારા ગ્રાહકો પાસેથી અપેક્ષાઓને પહોંચી વળવા માટે અમે આ નવી ચીલો ચાતરીશું, તે છતાં ગુણવત્તા અને સેવાની તે જ ઉચ્ચ સપાટી જાળવી રાખીશું. આ સાથે અમને વિશ્વાસ છે કે વધુ ને વધુ ગ્રાહકો ઈ-મોબિલિટી અપનાવશે. ”

કિંમતનું કોષ્ટકઃ
મોડેલ વેરિયન્ટ બેટરી પેક ચાર્જર વિકલ્પ રૂ. લાખમાં કિંમત
નેક્સોન ઈવી પ્રાઈમ XM 30.2 kWh 3.3kw 14.49
XZ+ 15.99
XZ+ Lux 16.99
નેક્સોન ઈવી મેક્સ XM 40.5 kWh 3.3 kW 16.49
XZ+ 17.49
XZ+ Lux 18.49
XM 7.2 kW 16.99
XZ+ 17.99
XZ+ Lux 18.99

અત્યાધુનિક ટેકનોલોજી અને ઈનોવેટિવ એન્જિનિયરિંગ ટેક્નિકોના અમલ થકી ટાટા મોટર્સ ઉત્પાદન પ્રક્રિયા પ્રવાહરેખામાં લાવી શકી છે અને કાર્યક્ષમતા વધારી છે. ઉપરાંત સ્થાનિકીકરણને લીધે કંપની સક્ષમ અને પર્યાવરણ અનુકૂળ પરિવહન અપનાવવાને પ્રમોટ કરવા તૈયાર કરવામાં આવેલી સરકારી ઉત્પાદન સાથે જોડાયેલી ઈન્સેન્ટિવ યોજનાઓનો લાભ લઈ શકશે. આ પહેલોને લીધે ખર્ચમાં બચત થઈ છે, જેનો લાભ કિંમતમાં ઘટાડાના રૂપમાં ગ્રાહકોને અપાયો છે.

હાઈ વોલ્ટેજ અત્યાધુનિક ઝિપટ્રોન ટેકનોલોજી દ્વારા પાવર્ડ નેક્સોન ઈવી IP67 રેટેડ વેધર- પ્રૂફ અને ડસ્ટ પ્રૂફ બેટરી પેક સાથે આવે છે અને મોટરની વોરન્ટી 8 વર્ષ અથવા 160,000 કિમી છે, જેથી મનને સંપૂર્ણ શાંતિ આપે છે. મુખ્ય વિશિષ્ટતાઓમાં ડીસી ફાસ્ટ ચાર્જિંગ, 4-લેવલ મલ્ટી-મોડ રિજન, કસ્ટમાઈઝેબલ સિંગલ પેડલ ડ્રાઈવિંગ, ઝેડકનેક્ટ કનેક્ટેડ કાર ટેકનોલોજી સ્ટાન્ડર્ડ તરીકે, ક્રુઝ કંટ્રોલ, ફુલ્લી ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, i-TPMS, લેધરેટ સીટ્સ અને હરમન દ્વારા બ્રાન્ડેડ ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ લાઈન-અપમાં ઓફર કરાય છે.
ટાટા મોટર્સ નવા અને વર્તમાન ગ્રાહકો માટે પણ ફીચર્સ અને રેન્જ મહત્તમ બનાવવા ડ્રાઈવિંગના વર્તન પર સતત ડેટા પોઈન્ટ્સનું વિશ્લેષણ કરે છે. ઝડપી અપનાવવાને ટેકો આપવા માટે કંપની વ્યાપક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવા અને ઈવી માલિકોને ટેકો આફવા અપવાદાત્મક ગ્રાહક સેવા પૂરી પાડવા માટે પણ કટિબદ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.