
ટેક ધ ગ્રાન્ડ લીપઃ નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝિન ભારતમાં લોન્ચ કરાઈ.
BMW ઈન્ડિયાએ દેશમાં નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝીન લોન્ચ કરી છે. BMW ગ્રુપ પ્લાન્ટ ચેન્નાઈ ખાતે સ્થાનિક સ્તરે ઉત્પાદિત આ કાર સર્વ BMW ઈન્ડિયા ડીલરશિપ્સ ખાતે પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ્સમાં મળશે.
નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝીન તેના સેગમેન્ટમાં સૌથી લાંબી, સૌથી મોકળાશભરી અને આરામદાયક કાર તરીકે સ્થાન જમાવે છે અને કક્ષામાં નવું સીમાચિહન સ્થાપિત કરે છે. તે સુપરલેટિવ લક્ઝરી, અસાધારણ ડ્રાઈવિંગ ડાયનેમિક્સ અને અતુલનીય ઈનોવેશન્સ ઓફર કરે છે.
શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપ ઈન્ડિયા કહે છે, “3 સિરીઝે દુનિયાભરના લાખ્ખો ગ્રાહકોનાં મન જીતી લીધાં છે. BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝિન ડ્રાઈવર માટે ઉત્તમ સ્પોર્ટસ સેડાન અને પ્રવાસીઓ માટે બેજોડ લક્ઝરીનું સંમિશ્રણ ધરાવે છે. નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝિન તેની તાજગીપૂર્ણ ડિઝાઈન, વ્યાપક આધુનિક મોકળાશભર્યું એમ્બિયન્સ અને ડિજિટલાઈઝેશનનાં ક્ષેત્રોમાં સ્પષ્ટ પ્રગતિ સાથે સ્પષ્ટ રીતે ભવ્ય છલાંગ લેવા માટે સુસજ્જ છે. તે શિયર ડ્રાઈવિંગ પ્લેઝર પ્રદાન કરે છે અને સુપરલેટિવ લક્ઝરીમાં ગળાડૂબ કરે છે, જેને લીધે વ્યક્તિગતો અને પરિવારો માટે પણ તે ઉત્તમ પસંદગી બની જાય છે. તેની અવ્વલ કનેક્ટેડ ડ્રાઈવ ટેકનોલોજી અને શક્તિશાળી એન્જિન સાથે નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝિન પ્રીમિયમ સેગમેન્ટમાં ડ્રાઈવિંગની ખુશી આપે છે.”
નવી BMW 3 સિરીઝ ગ્રાન લિમોઝિન એક ડીઝલ પ્રકાર અને એક પેટ્રોલ પ્રકારમાં ઉપલબ્ધ છે, જે સ્થાનિક રીતે ઉત્પાદન કરાયા છે. એક્સ-શોરૂમ કિંમત નીચે મુજબ છેઃ
BMW 320Ld M સ્પોર્ટ : INR 59,50,000
BMW 330Li M સ્પોર્ટ : INR 57,90,000