ટૈફેએ 10 લાખ ગ્રાહકો સુધી પહોંચવા દેશવ્યાપી કેમ્પેઇન મૈસી સર્વિસ ઉત્સવ લોંચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની પ્રમુખ અને વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી ટ્રેક્ટર નિર્માતા ટૈફે – ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડે ખેડૂતો માટે સમસ્યા-મુક્ત કૃષિ સીઝન સુનિશ્ચિત કરવા માટે મેગા દેશવ્યાપી ટ્રેક્ટર સર્વિસ કેમ્પેઇન –“મૈસી સર્વિસ ઉત્સવ” લોંચ કર્યો છે. મૈસી સર્વિસ ઉત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને જાળવણીનો ખર્ચ ઘટાડીને તેમને દેશભરમાં 3000થી વધુ અત્યંત કુશળ અને તાલીમબદ્ધ મિકેનિક્સના માર્ગદર્શન હેઠળ 1500થી વધુ અધિકૃત વર્કશોપ્સ ખાતે બેસ્ટ-ઇન-ક્લાસ સર્વિસ ઓફર કરવાનો છે. મેન્ટેનન્સ સર્વિસિસ પ્રત્યેક ટ્રેક્ટરના 25થી44 પોઇન્ટ્સ ચેક-અપ સુનિશ્ચિત કરીને સીઝનમાં ઉચ્ચ પ્રદર્શન ડિલિવર કરે છે.

મૈસી સર્વિસ ઉત્સવ આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ સાથે પ્રત્યેક ટ્રેક્ટર માલીક માટે કસ્ટમાઇઝ્ડ છે. ઓઇલ સર્વિસિસ ઉપર ગિફ્ટ્સ અને ઓફર્સ, રૂ. 4000થી વધુના બીલ મૂલ્યમાં જોબ્સ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ, રૂ. 4000થી ઓછા જોબ મૂલ્ય માટે પાર્ટ્સ ઉપર 3-5 ટકા ડિસ્કાઉન્ટ, એન્જિન ઓઇલ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ, લેબર ચાર્જીસ ઉપર 50 ટકા સુધીની છૂટ, પાવરવેટર્સ રેડી મેળવવા ઉપર વધુ કાળજી, જેન્યુઇન એગ્રીસ્ટાર પાવરવેટર્સ બ્લેડ્સ ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ વગેરે મૈસી સર્વિસ ઉત્સવ હેઠળની કેટલીક મહત્વપૂર્ણ ઓફરિંગ્સ છે.

એમએસયુ સાથે ટૈફે ગ્રાહકો સાથે જોડાઇને તેમને સીઝન માટે ટ્રેક્ટરની તૈયારી કરવામાં મદદરૂપ બનવા, છેલ્લાં 12 મહિનાઓમાં અધિકૃત વર્કશોપની મુલાકાત લેવામાં અક્ષમ રહેલાં ગ્રાહકોને વિશેષ સેવાઓ ઓફર કરવા તથા મોટા ફેરફાર અને રિપેર્સની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને સેવા પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

સમગ્ર ભારતમાં ખેડૂતો માટે ઓક્ટોબર-નવેમ્બરનો સમય ખરીફ પાકની લણણી અને રવી પાકના વાવેતર માટે મહત્વપૂર્ણ સમય છે. આ સમયમાં ખેડૂતો વચ્ચે ટ્રેક્ટર્સની માગ ઉંચી રહે છે. મૈસી સર્વિસ ઉત્સવ જેવી પહેલ દ્વારા ટૈફે ખેડૂતોને પુષ્કળ લણણી અને વાવેતર તથા આગામી તહેવારની સીઝન માટે સજ્જતા કેળવવામાં મદદરૂપ બનવાનું લક્ષ્ય રાખે છે.

ગ્રાહકો ટેલીકોલ, એસએમએસ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમકે ફેસબુક અને વોટ્સએપ દ્વારા નજીકના અધિકૃત ડીલર્સ સાથે જોડાણ શકે છે. મૈસી બાઇક અને વેન દ્વારા ઘર આંગણે સર્વિસ ઓફર કરે છે. અંતરિયાળ સ્થળોના ગ્રાહકો સુધી પહોંચવા માટે ગ્રામિણ સેવા શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકો મૈસી ફર્ગ્યુસન કોલ સેન્ટર નંબર (1800 4200 200) અને મૈસી કેર એપ દ્વારા તેમની સર્વિસિસ બુક કરાવી શકે છે. જૂના ટ્રેક્ટર્સના એક્સચેન્જ અને નવા મૈસી ફર્ગ્યુસન ટ્રેક્ટર્સના બુકિંગ પણ મૈસી સર્વિસ ઉત્સવમાં સામેલ છએ. તહેવારોની સીઝન શરૂ થઇ છે ત્યારે એમએસયુ દ્વારા ટૈફે સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ ગ્રાહકો સુધી પહોંચવાનું તથા આ સમયમાં ભેગા મળીને આનંદ અને ઉત્સાહની ઉજવણી કરવાનો હેતુ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.