સોની પ્લેસ્ટેશન 5માં નેટફ્લિક્સ, ડિઝની+ જેવી OTT એપ્સ મળશે, યુટ્યુબ પર ગેમિંગ વીડિયો શેર કરી શકાશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સોનીનું ગેમિંગ કોન્સોલ પ્લેસ્ટેશન 5 OTT એપ્સ સપોર્ટ સાથે લોન્ચ થશે. કંપનીએ તેના બ્લોગમાં તેની માહિતી શેર કરી છે. તેમાં એપલ ટીવી, નેટફ્લિક્સ, ડિઝ્નીપ્લસ સાથે અનેક OTT એપ્સ સપોર્ટ કરશે. અર્થાત હવે પ્લેસ્ટેશન ગેમિંગ સુધી સીમિત નહિ રહે બલકે એક એન્ટરટેનમેન્ટ હબ હશે.

જોકે, પ્લેસ્ટેશન 4માં પણ OTT સપોર્ટ સાથે લોન્ચ થયું હતું, પરંતું પ્લેસ્ટેશન 5 એડવાન્સ હશે. તેના રિમોટમાં નેવિગેશન સાથે અન્ય કન્ટ્રોલ પણ મળશે. તે મ્યૂઝિક પ્લેટફોર્મ સ્પોર્ટિફાયને સપોર્ટ પણ કરશે.

એપ અપડેટ્સ પણ મળશે
ગ્લોબલ પેરેન્ટ ડેવલપમેન્ટ એન્ડ રિલેશનના હેડ, ફિલ રોસેનબર્ગે એક બ્લોગમાં કહ્યું કે,પ્લેસ્ટેશન 5 પર એપલ ટીવી, ડિઝ્ની પ્લસ, સ્પોર્ટિફાય, ટ્વિચ, યુટ્યુબ, એમેઝોન પ્રાઈમ વીડિયો, હુલૂ, માયકેનલ, પીકૉક સહિતની એપ્સ સપોર્ટ કરશે. આગામી સમયમાં તેમાં વધુ એપનો ઉમેરો કરવામાં આવશે.

ટ્વિચ અને યુટ્યુબ પ્લેસ્ટેશન 5ના મોટા ઈન્ટિગ્રેશન હશે. યુઝર્સ સ્ટ્રિમિંગ દરમિયાન ટ્વિચ પર ગેમ રમવા માટે સ્વિચ કરી શકશે. સાથે જ તેઓ મિત્રો સાથે ચેટ પણ કરી શકશે. યુટ્યુબ પર યુઝર્સને ગેમપ્લે મોમેન્ટ્સને બ્રોડકાસ્ટ અને શેર કરવાની તક પણ મળશે. બ્લોગ પ્રમાણે, યુઝર્સ PS સ્ટોરનાં માધ્યમથી એપ્સ ડાઉનલોડ કરી શકશે.

પ્લેસ્ટેશનનું રિમોટ ખાસ છે
પ્લેસ્ટેશન 5ના રિમોટમાં ઘણા બટન મળશે. જેમાં બિલ્ટ ઈન પ્લે/પોઝ, ફાસ્ટ ફોરવર્ડ અને ફાસ્ટ રિવાઈન્ડ, વોલ્યુમ એડ્જસ્ટમેન્ટ અને પાવર સામેલ છે. તેની સાથે Netflix, YouTube, Spotify અને Disney+ માટે અલગથી ડેડિકેટેડ બટન મળશે. કેટલીક જગ્યાએ તેને 10 નવેમ્બરે અને બાકીના વિસ્તારોમાં 19 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.