શાર્પે ભારતમાં નવુ AIoT ઇનેબલ્ડ એર પ્યૂરીફાયર રજૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

શાર્પ કોર્પોરેશન જાપાનની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની શાર્પ બિઝનેસ સિસ્ટમે આજે એફએક્સ-જે80 એર પ્યુરીફાયરના લૉન્ચની જાહેરાત કરી – આ એક અદ્યતન AIoT એર પ્યુરીફાયર છે, જે શાર્પની ક્રાંતિકારી પ્લાજ્માક્લસ્ટર તકનીકથી સજ્જ છે, જે ઘરોની અંદર એક પ્રાકૃતિક અને તાજી હવા પ્રદાન કરવા માટે મોલ્ડ, વિષાણુઓ અને વાયરસ, ધૂળ વગેરેને હવામાંથી હટાવી દે છે. આ 680 વર્ગ ફૂટના કવરેજની સાથે એક શાનદાર એર પ્યુરીફાયર છે, જે તેને વિભિન્ન ઘરો અને વ્યાવસાયિક દુકાનો માટે યોગ્ય વિકલ્પ બનાવે છે.

લૉન્ચ પર બોલતા, શ્રી શિંજી મિનાતોગાવા, મેનેજિંગ ડાયરેક્ટર, શાર્પ બિઝનેસ સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડનાએ જણાવ્યું, “શાર્પ ઇનોવેટિવ સમાધાનોના સાથે લોકોના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે કટિબદ્ધ છે. અમે માનીએ છીએ કે આજે આપણે જે હવામાં શ્વાસ લઇએ છે, તેની આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે, કારણ કે અનેક પ્રકારના અદ્રશ્ય પ્રદૂષક જેવા કે વાયરસ અને પરાગ હવાના ઝાકળમાં છૂપાયેલા રહે છે. એફએક્સ-જે80 આપના ઘરને આપના અને આપના પરિવાર માટે શ્વાસ લેવા માટે એક આરામદાયક અને સુરક્ષિત સ્થાન રાખવા માટે આપને સૌથી પ્રાકૃતિક સ્વચ્છ અને તાજી હવા પુરી પાડે છે. આ ઉપરાંત, શાર્પ એફએક્સ-જે80 આપની અદ્યતન AIoT સુવિધાઓ, શ્રેષ્ઠ બિલ્ડ ક્વાલિટી, પ્રીમિયમ ઇલેક્ટ્રિકલ સુરક્ષા અને ઓછા ઘોંઘાટની સાથે સુપર હાઈ એરફ્લો પણ પુરૂ પાડે છે.”

શાર્પ એફએક્સ-જે80 ત્રણ-તબક્કીય ફિલ્ટ્રેશનની સાથે આવે છે, જેમાં હાઈ ક્વોલિટી વાળા HEPA ફિલ્ટર શામેલ હોય છે, જે હવામાં 99.97% સૂક્ષ્મ કણો (0.3 માઇક્રોન જેટલો નાનો)ને રોકી શકે છે અ ઘરની ગંધને અસરકારક રીતે હટાવી શકે છે. એફએક્સ-જે80 અદ્યતન સુવિધાઓની રજૂઆત કરે છે, જેમાં હોમ ફિટ સમાવિષ્ટ છે, જેનાથી ઓરડાની અંદર હવાની ગુણવત્તાને કંટ્રોલ કરવામાં આવી શકે છે, જે તેને હજુ પણ વધુ સુવિધાજનક બનાવે છે.

શાર્પ એફએક્સ-જે80 એર પ્યૂરીફાયરની દેખરેખ અને નિયંત્રણ એપ્પલ સ્ટોર અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ “શાર્પ એર એમ્પ”થી કરવામાં આવી શકે છે, જે સ્માર્ટફોનના માધ્યમથી ક્યારેય અને ક્યાંય પણ એર પ્યૂરીફાયરને નિયંત્રિત કરવાની વધારાની સુવિધા પુરી પાડે છે. નિયમિત કાર્યો ઉપરાંત ઉપકરણોમાં ખામી હોવાની સ્થિતિમાં, આ વીજળીની ખપત, ઓરડાની સ્થિતિ, ઉપકરણોના સંચાલન અને સૂચનાઓની દેખરેખમાં પણ મદદ કરી શકે છે. આ ઉપરાંત, આ સંચાલનમાં સરળતા માટે એક ટચ પેનલ, ઑટો ઑન/ઑફ ટાઇમર અને ચાઇલ્ડ લૉક પણ પ્રદાન કરે છે. ઇનબિલ્ટ વાઈ-ફાઈ કનેક્ટિવિટી સુવિધાઓની સાથે એફએક્સ-જે80 ઑપ્ટિમલ સંચાલન મૉડને નિર્ધારિત કરવા માટે બહારના વાતાવરણ પર નજર બનાવી રાખે છે, જેનાથી ફિલ્ટરની લાઇફ  વધી શકે અને સર્વોત્તમ પરિણામ જાળવા રાખવા માટે સમય પર સફાઇ કે ફિલ્ટરનો બદલવાની ભલામણ પણ કરે છે. ઉપયોગકર્તા 2 મૉડની વચ્ચે પસંદ કરી શકે છે, જેમ કે હેઝ મૉડ અને પ્લાજ્માકલ્સ્ટર આયન સ્પોટ મોડ.

હેઝ મોડમાં, એર પ્યૂરીફાયર 60 મિનિટ માટે ઉચ્ચ પંખા ગતિથી સંચાલિત થશે અને ત્યારબાદ પ્રત્યેક 20 મિનિટ માટે નિમ્ન અને ઉચ્ચ સ્તર વચ્ચે ચાલતુ રહેશે. પ્લાજ્માક્લસ્ટર™ આયનોની એક ઉચ્ચ ધનત્વ સમગ્ર ઓરડામાં ફેલાઇ જાય છે તથા સ્ટેટિક ઇવેક્ટ્રિસિટીને ઘટાડે છે, જેનાથી હેઝ કણોને હટાવવામાં સરળતા થાય છે, અને શાંત સંચાલનની સાથે ઇનડોર વાયુ ગુણવત્તામાં સુધારો થાય છે.

સ્પોટ મૉડ ફંક્શન અસરકારક રીતે કપડા, સોફા, પડદા અને અન્ય સ્થળો સાથે ચોંટી જતી ગંધ, કિટાણુંઓ અને અન્ય પદાર્થોને હટાવી દે છે, જેના પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. તેનો અનોખો 20° એરફ્લો ઓરડાના નીચલા સ્તરોમાં અસરકારક રીતથી ધૂળ એકત્ર કરવામાં મદદ કરે છે, જેનાથી કોઇ પણ ઓરડામાં પ્રાકૃતિક, સ્વચ્છ અને શુદ્ધ હવાની ખાતરી થાય છે.

શાર્પની પ્લાજ્માક્લસ્ટર તકનીક હાનિકારક વાયરસ, બેક્ટેરિયા, મોલ્ડ અને અન્ય વાયુયુક્ત એલર્જીને ખતમ કરવા માટે સહાયક છે, જેનાથી ઇન્ડોર એર ક્લીન અને હેલ્થી થઇ જાય છે. હોમ અપ્લાયંસ કંપનીના રૂપમાં આ તકનીક દુનિયામાં પહેલી છે, જે એરબોર્ન કોરોનાવાયરસ (SARS-Cov2)ને ઘટાડવામાં શાનદાર પ્રદર્શન કરે છે અને તેમાં લાળ સાથે ચોંટેલા વેરિએંટ પણ સમાવિષ્ટ છે. પ્લાજ્માક્લસ્ટર તકનીક પ્રકૃતિમાં સમાન સકારાત્મક અને નકારાત્મક આયનોને ઉત્પન્ન અને ઉત્સર્જિત કરે છે. હવાને શુદ્ધ કર્યા બાદ આયન પાણીમાં બદલાઇ જાય છે અને વાયુમંડળમાં પરત આવી જાય છે. શાર્પે હાલમાં જ દુનિયા ભરમાં વેચાઇ રહેલી પ્લાજ્માક્લસ્ટર આયન તકનીકની પ્રોડક્ટ્સ માટે 100 મિલિયનનો આંકડો પાર કરી લીધો છે. એફએક્સ-જે80 એર પ્યૂરીફાયરની કિંમત 38,000 રૂપિયા છે અને આ આજથી જ એમેઝોન પર ઉપલબ્ધ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.